હવે ડ્રગ્સ પણ મેડ ઇન ગુજરાત:ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં, પણ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું, ત્રણ દિવસમાં બે ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: રાજેશ વોરા

એક વર્ષ પહેલા મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનું 30 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. વિશ્વ સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો સિલ્કરૂટ બની ગયો હતો. તેમજ એક જ વર્ષમાં 25000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ પહેલા પણ રાજ્યમાં અનેકવાર ડ્રગ્સની ફેક્ટરીઓ ઝડપાઈ ગઈ છે. જો કે ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં, પણ મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે.

રાજ્યમાં ત્રણ દિવસમાં જ 803 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. અન્ય રાજ્યોની એજન્સીઓ આવીને ડ્રગ્સ પકડી જાય છે, પણ આપણી ઉંઘતી પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી. આમ ગુજરાત પોલીસના નાક નીચે જ ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...