તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના 18 રાજ્યોમાં કરાયેલા ટાટા ટ્રસ્ટ દ્વારા કરાયેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR)માં ગુજરાતનું ટોપ 5 સ્ટેટમાં નામ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ લોકતંત્રના ચાર પાયાનું મૂલ્યાંકન કરતી IJRમાં ભાજપશાસિત મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવ્યું છે.
IJRમાં લોકતંત્રના ચાર પાયા પર 18 રાજ્યોમાં મૂલ્યાંકન
ટાટા ટ્રસ્ટ દ્વારા કરાયેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ન્યાય પાલિકા - ન્યાય પ્રણાલીને મજબૂત કરવા માટે નાણાંની ફાળવણી કર્મચારી માનવ બળ, કામનો બોજ વિવિધતા અને ન્યાયપાલિકામાં સંસાધનો, ઇન્ફાસ્ટ્રકચર જેવી બાબતો મુખ્ય છે. દેશના લોકતંત્ર માટે મજબુત ચાર પાયામાં જસ્ટિસ ડિલિવરી, પોલીસ, જ્યુડીસરી, પ્રીઝન એન્ડ લીગલ એઈડમાં મહત્વની બાબતોને દેશના 18 રાજ્યોની ઉપલબ્ધ સંપૂર્ણ માહિતીના મૂલ્યાંકન ભાજપ શાસિત રાજ્યોની અતિ ખરાબ સ્થિતિ છે.
18 રાજ્યોમાં ન્યાયપાલિકાની લિસ્ટમાં ગુજરાત પ્રથમ પાંચમાં નહીં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ દેશની 18 રાજ્યોમાં ન્યાયપાલિકાની સિસ્ટમમાં ગુજરાતનો ટોપ પાંચ રાજ્યોમાં સમાવેશ થતો નથી. જસ્ટિસ ડિલિવરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ સહિતના માપદંડોના આધારે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના તારણો ચોંકાવનાર છે. ન્યાય પાલિકાથી ઉપલબ્ધ સાધનો, કર્મચારીઓની સંખ્યા અને સમગ્ર કામગીરીના માપદંડોના આધારે મૂલ્યાંકનમાં ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક છે.
નાગરિકોને ન્યાય સમયસર આપવામાં ઈચ્છાશક્તિનો અભાવ
દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના ટોપ પાંચ રાજયોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી તે બતાવે છે કે 25 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારમાં નાગરિકોને ન્યાય સમયસર મળે તે માટે ન્યાયપાલિકા સુધારણા અને આધુનિકરણ પાછળ ઇચ્છાશક્તિનો સદંતર અભાવ જોવા મળે છે. જેના પરિણામે લાખો નાગરિકો પરેશાનીઓનો ભોગ બનતા હોય છે. વિલંબથી મળતો ન્યાય તે અન્યાય કહેવાય ત્યારે ભાજપના શાસકોને ન્યાયપાલિકા માટે જરૂરી સંશોધનો અને જરૂરી ન્યાય આપવાની કામગીરી માટે જરૂરી નાણાંકીય સ્રોત સુવિધાઓની હકીકતો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ખુલી પડી ગઈ છે
ન્યાયપાલિકાને સુદ્રઢ કરવા ઈચ્છાશક્તિ જરૂરી
દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના આવેલા અહેવાલોએ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર તેમની કાર્યપદ્ધતિથી ન્યાયપાલિકાનાં માળખાને સુદ્રઢ કરવા જરૂરી ઇચ્છાશક્તિ દર્શાવશે તો જ ગુજરાતના નાગરિકોને ફાયદો થશે અને ન્યાય વ્યવસ્થામાં ગતિશીલતા આવશે અને સામાન્ય માણસનો ન્યાયપાલિકા વ્યવસ્થામાં વિશ્વાસ વધશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.