કોંગ્રેસનો આક્ષેપ:સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતામાં દેશનાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી - Divya Bhaskar
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી
  • ગુજરાતમાં યુવાનોને રોજગામાં સૌથી ઓછું વેતન મળી રહ્યું છે

ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસે આજથી "ગુજરાત માંગે રોજગાર" અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો શરૂ કર્યાં છે. આજથી રાજ્યના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને 'રોજગાર માંગ પત્ર' ફોર્મ ભરાવવામા આવશે. આ અંગે કોંગ્રેસે સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી એવો આક્ષેપ કર્યો છે.

ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે.સમગ્ર દેશના યુવાનો વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી 11 વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ-2022માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-1ના માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા. જેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતિ જવાબદાર છે.

યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે
તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્કીલ રીપોર્ટ-2022માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રૂ. 2 લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ–૫ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. બેન્કિંગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, BOP, KPKPO બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ, ઈન્સ્યોરન્સ, BPO, KPKPO, ITES, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના 11 થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી.

યુવાનો સામે મોટો પડકાર ઉભો થયો
ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, ભાજપ શાસકોના છેલ્લા 27 વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ ‘કૌશલ્ય’ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્ત કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. દર વર્ષે સ્કીલ ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે.

અન્ય સમાચારો પણ છે...