રાજ્ય સરકારનો નિર્ણય:ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રખાયો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવે પછીની કોઈપણ કાર્યવાહી સ્થિતિના અભ્યાસ અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બાદ કરાશે

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રહીશોને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેની સામે રહીશોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે ગુજરાત સરકારે આ મામલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં બોર્ડની કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરવાનગી વિના મકાન માલિકો કે મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના આવા મકાનમાલિકો અને મકાન ધારકોએ રજૂઆત કરી હતી. જેના પર સરકાર દ્વારા સાનુકૂળ પ્રતિસાદ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં એવી સૂચનાઓ ગુજરાત હાઉસિંગ બોર્ડને આપી છે કે, આવા મકાનમાલિકો - મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.

નોંધનીય છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ખાલી પડેલી જગ્યા પર સેંકડો ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની બાબત સામે આવી હતી. આ મામલે હાઇકોર્ટમાં પણ પિટિશન થઈ હતી. ત્યારે થોડા સમય પહેલા જ હાઉસિંગ બોર્ડ દ્વારા રહીશોને દબાણની જગ્યા પરનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ અપાઈ હતી. જેના પગલે વર્ષોથી એક સ્થળે રહેતા લોકોએ પણ વાંધો ઉઠાવ્યો હતો, અને ન્યાયની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...