અરજીઓનો નિકાલ:ગ્રામ પંચાયત ચૂંટણીમાં હસ્તક્ષેપ ન કરવાનું ગુજરાત હાઈકોર્ટનું વલણ, બેઠકોમાં રોસ્ટર બાબતે ચૂંટણી બાદ પિટિશન કરવાની કોર્ટે આપી છૂટ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • મતદાર યાદી તથા ઉમેદવાર માટે નિયત કરાયેલી અનામત બેઠકોમાં રોસ્ટરના યોગ્ય પાલન માટે અરજી
  • વિવિધ અરજીઓનો હાઈકોર્ટે નિકાલ કરતા ચૂંટણી પ્રક્રિયામાં હવે કોઈ કાયદાકીય બાબતની અડચણ નહીં આવે
  • વડોદરા, ગાંધીનગર, સુરત, વલસાડ, તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી વિવિધ અરજી થઈ હતી

રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણીમાં અલગ અલગ મુદ્દે થયેલી ચૂંટણી મામલે હાઇકોર્ટમાં થયેલી વિવિધ અરજીઓનો ગુજરાત હાઈકોર્ટે નિકાલ કર્યો છે. 19 ડિસેમ્બરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજવાની છે. જેમાં વિવિધ જિલ્લામાં મતદાર યાદી તથા ઉમેદવાર માટે નિયત કરાયેલી અનામત બેઠકોમાં રોસ્ટરનું યોગ્ય પાલન ન થતું હોવાની અરજી કરવામાં આવી હતી. જોકે હવે ગુજરાત હાઈકોર્ટે તેની સમક્ષ આવેલ વિવિધ અરજીઓનો નિકાલ કરતા ચૂંટણી પ્રક્રિયામાં હવે કોઈ કાયદાકીય બાબતની અડચણ નહીં આવે.

અરજદારોને ચૂંટણી પંચમાં રજૂઆત કરવા હાઈકોર્ટનો નિર્દેશ
વડોદરા, ગાંધીનગર, સુરત, વલસાડ, તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી હાઇકોર્ટમાં ઉમેદવારો મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં વોટર લિસ્ટમાં નામ દાખલ કે કમી કરવાના મુદ્દાઓ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. જે મામલે હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે, અરજદારો ચૂંટણી પંચમાં રજૂઆત કરે અને ચૂંટણી પંચ, આ પ્રકારની રજૂઆતો પર યોગ્ય નિર્ણય લે.

ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં હાઈકોર્ટનું હસ્તક્ષેપ ન કરવા વલણ દાખવ્યું
આ ઉપરાંત ચૂંટણીમાં ઉમેદવાર માટે અનામત નીતિની જોગવાઈ પ્રમાણે રોસ્ટર પદ્ધતિની અમલવારી યોગ્ય રીતે નહીં આવતી હોવાની અને અનામતની બેઠકો બાબતની ફરિયાદો મામલે પણ કોર્ટ સમક્ષ પડકારવામાં આવી હતી. જેમાં ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં હાઇકોર્ટ હસ્તક્ષેપ ન કરવાનું વલણ દાખવતા, ચૂંટણી બાદ અરજદારો મહત્વની રાહત આપતા ચૂંટણી બાદ કોર્ટ સમક્ષ આવવા નિર્દેશ આપ્યો છે. એટલે કે ચૂંટણી બાદ આવા અરજદારોને પિટિશન કરવાની છૂટ આપી છે અને હાલની ચૂંટણી કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરવાં કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...