હાઈકોર્ટમાં સુનાવણી:સૌરાષ્ટ્રના આતિથ્યપણાની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે નોંધ લીધી, કહ્યું ‘આતિથ્યપણું એ સૌરાષ્ટ્રનું હોલમાર્ક છે’

4 મહિનો પહેલા
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • એક મેટર કોલ આઉટમાં બાબુ માંગુકિયાના નામના ઉચ્ચારણ સંબંધે પૂછતાં સૌરાષ્ટ્રની વાત નીકળી
  • માંગુકિયાએ કહ્યું કે મારી સરનેમ ટિપિકલ સૌરાષ્ટ્રની છે, બાદમાં CJએ આતિથ્યાપણાના વખાણ કર્યા

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભુલાવું શામળા... કહેવત ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારના આતિથ્યપણા મહત્તા સમજાવે છે. ત્યારે સૌરાષ્ટ્રની મહેમાનગતિની નોંધ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે લીધી છે. જેમાં તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આતિથ્યપણું એ તેનું હોલમાર્ક છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે સમક્ષ સુનાવણી દરમિયાન એડવોકેટે સૌરાષ્ટ્ર વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો. જે સંદર્ભે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકો મહેમાનોને આવકારવા માટે જાણીતા છે.

ચીફ જસ્ટિસે કાઠિયાવાડની મહેમાનગતિની નોંધ લીધી
માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના લોકો મહેમાનોને આવકારવા માટે એટલે કે તેમની સાર-સંભાળ અને મહેમાનગતિ સારી રીતે કરવા માટે જાણીતા છે. ત્યારે આ વાતની નોંધ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે પણ લીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એક મેટર કોલ આઉટ કરવામાં આવી હતી. જેમાં સિનિયર એડવોકેટ બાબુભાઈ માંગુકિયા હાજર હતા. ચીફ જસ્ટિસે તેમના નામના ઉચ્ચારણ અંગે બાબુભાઈ માંગુકિયાને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમની સરનેમ ટિપિકલ સૌરાષ્ટ્રની છે. આમ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ થયો એટલે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે સૌરાષ્ટ્ર વિસ્તારના આતિથ્યપણાના વખાણ કર્યા અને કહ્યું કે, આતિથ્યપણું એ સૌરાષ્ટ્રનો હૉલમાર્ક છે.

માંગુકિયાના સેવાકાર્ય માટે ગૌરવ લીધું
માત્ર એટલું જ નહીં, પરંતુ ચીફ જસ્ટિસ અરવિંદકુમારે પણ કહ્યું કે, તેઓ બાબુભાઈ માંગુકિયા સામાજિક સેવા કાર્યો આ અંગે પણ જાણ્યું છે, જે સારી વાત છે, ખૂબ ઓછા લોકો સમાજ સેવા કરે છે. એક એડવોકેટ આ પ્રકારે સેવા કાર્યમાં છે, જેથી તેમના પર ગર્વ છે.

માંગુકિયા એડવોકેટની સાથે-સાથે કોંગ્રેસના સિનિયર લીડર
બાબુભાઈ માંગુકિયા એક સિનિયર એડવોકેટની સાથે સાથે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ છે. જેઓ વર્ષ 2017માં ઠક્કરબાપાનગર વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા. આ સિવાય અગાઉ તેઓ વર્ષ 2012 અને 2007માં ગારીયાધાર બેઠક પરથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો વતી કેસ પણ તેઓ લડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...