શપથ સમારોહ:ગુજરાત હાઈકોર્ટ ખાતે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓનો શપથ-ગ્રહણ સમારોહ યોજાયો, ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે શપથ લેવડાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટમાં શપથ સમારોહ યોજાયો - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટમાં શપથ સમારોહ યોજાયો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શપથ-ગ્રહણ સમારોહમાં સહભાગી થયા

ગુજરાત હાઈકોર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ ન્યાયમૂર્તિઓમાં મોના ભટ્ટ, સમીર દવે, હેમંત પ્રચ્છક, સંદિપ ભટ્ટ, અનિરુદ્ધ માયી, નિરલ મહેતા અને નિશા ઠાકોરનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલા આ શપથ-ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

વરિષ્ઠ ન્યાયમૂર્તિ, ધારાશાસ્ત્રી હાજર રહ્યા
આ શપથ-ગ્રહણ સમારોહમાં હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, સુપ્રીમ કૉર્ટના અને હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમ જ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી રાજુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓને પદ અને ગોપનીયતાની શપથવિધિમાં સીએમ સહિતના હાજર રહ્યા
7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓને પદ અને ગોપનીયતાની શપથવિધિમાં સીએમ સહિતના હાજર રહ્યા

હવે હાઈકોર્ટમાં 5 મહિલા જજ
ગુજરાત હાઇકોર્ટમાં નવા સાત જજનો ઉમેરો થતાં જજની સંખ્યા 33 થઈ છે. જેમાં હાલમાં જ નવા નિમણૂક થયેલ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. ઉપરાંત નવા 2 મહિલા જજની સાથે ગુજરાત હાઇકોર્ટમાં કુલ મહિલા જજની સંખ્યા 5 થઈ છે. હાલ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ ગીતા ગોપી, જસ્ટિસ વૈભવી નાણાવટી, જસ્ટિસ સંગીતા વિષેન મહિલા જજ તરીકે કાર્યરત છે.

નવનિયુક્ત ન્યાયમૂર્તિઓના સાથે મુખ્યમંત્રી કાયદામંત્રી
નવનિયુક્ત ન્યાયમૂર્તિઓના સાથે મુખ્યમંત્રી કાયદામંત્રી
અન્ય સમાચારો પણ છે...