હાઈકોર્ટમાં સુનાવણી:કોર્ટનો તિરસ્કાર કરનાર આરોપી ગુજરાતીમાં દલીલો કરતા રહ્યા, ચીફ જસ્ટિસે કન્નડમાં જવાબ આપ્યો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • આરોપીને સમજાવવા કન્નડમાં બોલીને આરોપી ન સમજે શકે તેમ તેઓ ગુજરાતી ન સમજી શકે એટલે અંગ્રેજીમાં દલીલ કરે
  • ગાંધીનગર નીચેની કોર્ટના જજ સામે ન્યુઝ પેપરે આક્ષેપ કરતા સુઓ મોટો દાખલ થઈ હતી
  • 2 દિવસમાં વકીલ રોકી પોતાનો પક્ષ રજૂ કરવા કોર્ટે સમય આપ્યો

ગુજરાત હાઇકોર્ટની ચીફ કોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ઘટના બની હતી. કોર્ટના આદેશના તિરસ્કાર બાબતે વોરંટ બાદ હાજર રહેલા પ્રતિવાદી આરોપી ગુજરાતીમાં દલીલો કરી રહ્યા હતા, ત્યારે ચીફ જસ્ટિસની ખંડપીઠે વારંવાર તેને અંગ્રેજીમાં દલીલ કરવા માટે ટકોર કરી હતી. તેમ છતાં તિરસ્કાર કરનાર આરોપી ગુજરાતીમાં પોતાની રજૂઆત કરી રહ્યા હતા. તેવામાં અંતે તેની દલીલો સામે કન્નડમાં ભાષામાં જવાબ આપ્યો. એટલે કે આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેમ, તે આરોપી કન્નડ ન સમજી શકે, તેમ તેઓ ગુજરાતી પણ નથી સમજી શકતા, જેથી તે અંગ્રેજીમાં દલીલ કરે. એટલું જ નહીં, પરંતુ આરોપીને ચાલુ કોર્ટમાં યોગ્ય રીતે વર્તન કરવા માટે પણ ટકોર કરી યોગ્ય રીતે વર્તન કરવા માટે કહ્યું હતું.

ન્યૂઝ પેપર સંચાલકે ગુજરાતીમાં દલીલ કરતાં ઘટના બની
કોર્ટના તિરસ્કાર મામલે ગુજરાત હાઇકોર્ટ ગાંધીનગરના સ્થાનિક ન્યૂઝ પેપરના સંચાલક સામે વોરંટ ઇસ્યૂ કર્યું હતું. જે મામલે આજે આ સંચાલક કોર્ટમાં હાજર રહ્યા હતા. જેમને શરૂઆત ગુજરાતીમાં જ દલીલ કરવા આગ્રહ કર્યો. જોકે ખંડપીઠે તેમની વાતને નકારી કાઢતા કાયદા પ્રમાણે હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષા જ માન્ય હોવા કહી ગુજરાતીમાં જ દલીલ કરવા કહ્યું હતું. જોકે તેમ છતાંય આ આરોપી ગુજરાતીમાં દલીલ કરતા રહ્યા. જેથી ચીફ જસ્ટિસે 1 વાક્ય કન્નડ ભાષામાં બોલ્યા હતા.

હાઈકોર્ટે આરોપીને બે દિવસમાં વકીલ મારફત દલીલ કરવા કહ્યું
ચીફ જસ્ટિસ કન્નડમાં બોલીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, જેમ તે આ ભાષા નથી સમજી શકતા, તેમ તેઓ ગુજરાતી નથી સમજી શકતા, જેથી કોઈ વકીલની મદદ લઇ દલીલ કરે અથવા લીગલ એઇડમાંથી તેઓ વકીલ પૂરો પડવાની તૈયારી પણ દર્શાવી હતી, તેમ છતાં પણ આરોપી માન્ય ન રાખ્યું, જેને લઇને કોર્ટે નારાજગી દર્શાવી હતી. બાદમાં આરોપીને તેની જાતે જ વકીલ રોકવા માટે 1 દિવસનો સમય આપ્યો. જોકે આરોપીએ કેટલીય વિનંતી કરતા, એક દિવસ વધારાનો સમય આપી આરોપીને બે દિવસમાં વકીલ મારફતે દલીલ કરવા કહ્યું હતું.

ગાંધીનગરની કોર્ટના જજ સામે ન્યૂઝ પેપરે આરોપો લગાવ્યા હતા
વર્ષ 2014માં ગાંધીનગરની નીચેની કોર્ટના જજ વિરૂદ્ધ 'સામના ભ્રષ્ટાચારકા' નામના સ્થાનિક ન્યૂઝ પેપરે આરોપો કરતું લખાણ લખ્યું હતું. જેની સામે પ્રિન્સિપલ જજે હાઇકોર્ટમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. જે મામલે આ ન્યૂઝ પેપરના સંચાલક સામે કોર્ટના તિરસ્કાર હોવાનું ઘ્યાને લેતા સુઓ મોટો દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...