તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાઇકોર્ટમાં સુનાવણી:LRD ભરતી મામલે રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ, કોરોના સંક્રમિતોનાં નામ જાહેર કરવા મામલે હાઈકોર્ટે કહ્યું- નામ નહીં, વિસ્તાર જાહેર કરો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોક રક્ષક દળના 316 જેટલા પુરુષ ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી પરિપત્રમાં નિયમોનો ભંગ થતો હોવાનો દાવો કર્યો.
  • LRD વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્યો
  • 316 પુરુષ અરજદારોએ LRD ભરતી પર સ્ટે મૂકવાની માગ પણ કરી

રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓનાં નામ જાહેર કરવાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કોરોનાના દર્દીઓનાં નામ જાહેર કરવા અપીલ કરવામાં આવી હતી, જેને લઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે હવે કોરોનાના દર્દીઓનાં નામ નહીં, પણ વિસ્તાર જ જાહેર કરવો જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કરતાં કહ્યું હતું કે લોકોની ગુપ્તતાના અધિકારોને માન આપવું જરૂરી છે. કોરોના સંક્રમિતોનાં નામ જાહેર કરવા અંગેની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અરજદારે સરકાર-જિલ્લા પ્રશાસનને કોરોના દર્દીઓનાં નામ નહીં જાહેર કરવા માગ કરી હતી. અરજદારની દલીલ હતી કે નામ જાહેર ન થતાં હોવાથી સંક્રમિત લોકો કોના સંપર્કમાં આવ્યા છે એ ખબર પડતી નથી. સરકાર જુલાઈ મહિના સુધી નામ જાહેર કરતી હતી, જે અચાનક બંધ થઈ ગયું.

LRD ભરતી મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ આપી
જ્યારે LRD ભરતી મામલે ફરી વિવાદ શરૂ થયો છે. લોક રક્ષક દળના 316 જેટલા પુરુષ ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદારે LRDના પરિપત્રમાં નિયમોનો ભંગ થયો હોવાનો દાવો કર્યો છે તેમજ LRD ભરતી પર સ્ટેની માગ પણ કરી છે, જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ આપી છે. આ અંગે 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

પુરુષોની જેમ મહિલાઓને પણ ઓપન કેટેગરી-અનામતનો લાભ મળશે
લગભગ 23 દિવસ પહેલાં બિનહથિયારધારી કોન્સ્ટેબલમાં મહિલા અનામત મામલે હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. રાજ્યભરમાં મહિલા લોકરક્ષક દળની ભરતી મામલે મહિલાઓના આંદોલન બાદ સરકારે 1 ઓગસ્ટ, 2018ના રોજ મહિલા અનામત મામલે બહાર પાડેલો ઠરાવ પણ હાઇકોર્ટે રદ કર્યો હતો. ઓપન કેટેગરીમાં જો એસટી, એસસી, ઓબીસી કેટેગરીની મહિલા મેરિટમાં આવતી હોય તો તેને ઓપન કેટેગરીમાં પણ સમાવેશ કરવો પડશે અને તેની સામે અનામત કેટેગરીમાં ફાળવેલી બેઠકોમાંથી એકપણ બેઠક ઘટાડી શકાશે નહીં. કોઈપણ કેટેગરીની મહિલા હોય તો તેને ઓપન કેટેગરીમાં મેરિટમાં આવતી હોય તો સમાવેશ કરવો પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો