તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલા અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, અગાઉ ત્રણ જજ સંક્રમિત થઈ ચૂક્યા છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઈકોર્ટમાં કોરોનાનો કહેર ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
હાઈકોર્ટમાં કોરોનાનો કહેર ( ફાઈલ ફોટો)
  • હાલ યુટ્યુબ ના માધ્યમથી તમામ સુનાવણી ઓનલાઈન ચાલી રહી છે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા પણ કોરોનાગ્રસ્ત થયા છે. જો કે તેમને કોઇ લક્ષણો ન હોવા છતાં દર 15 દિવસે નિયમિત ટેસ્ટ કરાવવાની આદતને લીધે તેઓ કોર્ટના સ્ટાફને ચેપ લાગતો રોકી શક્યા છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં તે એસિમ્ટોમેટિક હોવાથી હોમ કોરન્ટાઇન થયા છે. હાલ તેમની તબિયત સ્વસ્થ છે, પરંતુ કોરોના ગાઇડલાઇન મુજબ ઘરે જ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ છે. જે.બી. પારડીવાલાના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અગાઉ હાઈકોર્ટના 3 સિનિયર જજ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. હાઈકોર્ટમાં કોરોના અંગે સુઓમોટીની અરજી પણ જે.બી. પારડીવાલાએ કરી હતી. જોકે હવે હાઇકોર્ટેના અન્ય સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવશે.

અગાઉ ૩ જજ કોરોના સંક્રમિત થયા હતા
ગુજરાત હાઇકોર્ટના ૩ જજ આ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતા. જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું.

GTUમાં કુલપતિ સહિત સ્ટાફના પણ 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ ( ફાઈલ ફોટો)
GTUમાં કુલપતિ સહિત સ્ટાફના પણ 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ ( ફાઈલ ફોટો)

GTUમાં ભયનો માહોલ ફેલાયો
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ગત સપ્તાહે કુલપતિ નવીન શેઠને કોરોના પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા હતા. હાલ તેમની તબિયત સુધારા પર છે. પરંતુ GTU રજીસ્ટાર કે.એન. ખેરને પણ કોરોના પોઝિટિવ છે અને સ્ટાફના પણ 10થી વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ અન્ય સ્ટાફના પણ રિપોર્ટ કઢાવવાના શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે આટલા કર્મચારીઓને પોઝિટિવ આવતા GTUમાં ભયનો માહોલ ફેલાયો છે.

બે-ત્રણ દિવસ પહેલા IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા
બે-ત્રણ દિવસ પહેલા IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા

IIT ગાંધીનગરના 25થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત
બે-ત્રણ દિવસ પહેલા IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. GTU કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. GTUના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં હતો. તે ઉપરાંત 2 પ્રોફેસર સહિત 3 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં હતા. GTUમા કોવિડ-19ના કુલ 6 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ GTU કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

IIMનો ફાઈલ ફોટો
IIMનો ફાઈલ ફોટો

IIMમાં 15 દિવસમાં 70 લોકો પોઝિટિવ
ઉત્તર-પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, અમદાવાદ IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70એ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં IIMમાં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 27 માર્ચે 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પોઝિટિવ આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો