તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat High Court Says After Hearing Corona Suomoto: Preparations For Third Wave Should Start Instead Of Being Happy With Current Situation

હાઈકોર્ટે ઓર્ડર બહાર પાડ્યો:કોરોના સુઓમોટોની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટ કહ્યું- હાલની પરિસ્થિતિમાં ખુશ થવાને બદલે થર્ડ વેવની તૈયારી શરૂ કરી દેવી જોઈએ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાથી રાહત થઈ પરંતુ હજુ કંઈપણ કહેવું ઉતાવળભર્યું રહેશે: હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં કોરોના મુદ્દે થયેલી સુઓમોટો અંગેની સુનાવણી બાદ આજે ગુજરાત હાઇકોર્ટે ઓર્ડર બહાર પાડ્યો હતો. ઓર્ડરમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક પ્રયાસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, જેનાથી થોડી ઘણી રાહત થઈ છે. પરંતુ હજી પણ કઈ કહેવું ઉતાવળ ભર્યું રહેશે. જો કે, આ મુદ્દે નામદાર હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે હાલની પરિસ્થિતિથી ખુશ થવાને બદલે થર્ડ વેવ માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ .

ઇન્ફોટેરિસીન બી વિતરણ માટે કાર્યક્ષમ સિસ્ટમની સ્થાપના કરવી જોઈએ
ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, એક તરફ કે જ્યાં રાજ્યમાં લીપોસોમલ ઇન્ફોટેરિસીન બી ઇજેક્શનની ઘટ છે, ત્યારે રાજ્યમાં જિલ્લાવાર તેની વહેંચણી અંગે ચોક્કસ અને કાર્યક્ષમ સિસ્ટમની સ્થાપના કરવી જોઈએ. આ માટે સરકાર કોર્પોરેશન ખાનગી હોસ્પિટલ ઇન્વેક્શન મેળવી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે, ઇજેક્શન મેળવેલા હોસ્પિટલોએ તેમને કેટલા ઇજેક્શન મળ્યા છે અને કેટલા ઇજેક્શનનો વપરાશ થયો છે તે માટેની માહિતી આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર રજૂ થવી જોઈએ. ખાનગી હોસ્પિટલોની પણ એ જવાબદારી નક્કી થવી જોઈએ કે તેવો પણ ઇજેકશનના વપરાશ અંગેનો રિપોર્ટ રજૂ કરે.

મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની પારદર્શી વહેંચણી પર
કોર્ટે જિલ્લા અંગે ટકોર કરી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમામ જરૂરિયાતના પગલાં ધોરણે લે જેથી આરોગ્ય ક્ષેત્રે સુવિધા વધુ ઉન્નત બનાવી શકાય. આ સુવિધાઓ છેવાડાના ગામડા સુધીના લોકોમાં જાગૃતિ ફેલાવવા સુધીની હોવી જોઈએ. વધુમાં રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પણ મ્યુકોરમાઇકોસિસની બીમારી અંગેની જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેનું આયોજન તેમજ ઇજેક્શનની વહેંચણી વધુ પારદર્શી અને કાર્યક્ષમ બને તે માટેના પ્રયત્નો કરવા જોઈએ.