તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુનાવણી:માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઇકોર્ટે આજે કોરોનાને લઈ થયેલી જાહેર હિતની અરજી અંતર્ગત સુનાવણી કરતા મહત્વના આદેશો કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે કોરોનાની પરિસ્થિતિ હજુ સુધી અત્યંત ભયજનક અને ગંભીર છે. કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નહીં પણ સૌ કોઈની ફરજ છે. અમને લાગે છે કે લોકોને 200 કે 500 રૂપિયાનો દંડ બહુ નડશે નહીં. સરકાર અને કોર્પોરેશને માસ્ક ન પહેરનારને પ્રથમવાર 1000 રૂપિયા, ત્યારબાદ 5000 સુધીનો દંડ કરવો જોઈએ. માસ્ક ન પહેરવાની ભૂલ પર દંડની રકમ વધવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, 28 જુલાઈએ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ રૂ.500નો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થઈ ચૂક્યો છે.

‘રાજસ્થાન હોસ્પિ.ને ફટકારેલા રૂ.77 લાખના દંડની કેમ રિકવરી નથી થઈ?, સરકાર રિપોર્ટ આપે’
જ્યારે રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઇકોર્ટ અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે હાઈકોર્ટે સવાલ કર્યો કે, રૂ. 77 લાખનો દંડ કર્યો પણ આજ સુધી દંડની રકમની રિકવરી કેમ થઈ નથી? તેમજ કેમ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. રાજ્ય સરકાર આ અત્યંત કમનસીબ ઘટનાને ગંભીરતાથી લઈને રિપોર્ટ આપે.

સુરતની પરિસ્થિતિ માટે તંત્રની ઉદાસીનતાને જવાબદાર ગણાવી
કોરોના વાઈરસ અંગેની સુઓમોટોમાં હાઇકોર્ટે સુરતની ખરાબથી પણ ખરાબ થઈ રહેલી પરિસ્થિતિ માટે તંત્રની ઉદાસીનતાને જવાબદાર ગણાવી છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો માટે સરકાર શું કરી રહી છે તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

જાહેરમાં માસ્ક ન પહેરવા તેમજ થૂંકવા પર કયા રાજ્યમાં કેટલો દંડ

રાજ્યદંડ
ઝારખંડરૂ.1 લાખ
કેરળરૂ. 2,000થી રૂ.10,000
દિલ્હીરૂ.500થી રૂ.1000
મહારાષ્ટ્રરૂ.500થી રૂ.1000
ગુજરાતરૂ.500
પ.બંગાળરૂ.50
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો