ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી ફિઝીકલ હિયરિંગ શરૂ કરવામાં આવશે. જેમાં હાઇકોર્ટ દ્વારા આ મામલે હાઈકોર્ટે એડવોકેટ સાથે મળીને ઘણા લાંબા સમય પછી ફિઝીકલ હિયરિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ ફિઝીકલ હિયરિંગ પહેલા 3 દિવસ હાઈકોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં આ ત્રણ દિવસ દરમિયાન હાઇકોર્ટની તમામ પ્રિમાઇસીસમાં સાફસફાઈ સાથે સેનેટાઈઝેશન કરવામાં આવશે. જેને પગલે હાઇકોર્ટ 12 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
ત્યાર બાદ 17 ઓગસ્ટથી તમામ SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ જ નિશ્ચિત કરેલા લોકોને જ પ્રવેશ અપાશે.
ગેટ નંબર 2 અને 5માંથી પ્રવેશ
કોરોનાની વિપરીત અસરમાં 16 મહિના બાદ ગુજરાત હાઈકોર્ટમાં 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવા જઇ રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર સામે અગમચેતીના પગલાં લેતા હાઇકોર્ટ દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. આ પ્રોસિજર અંતર્ગત તમામ નિયમોનું હાઇકોર્ટના સ્ટાફ, વકીલો, તેમજ કેસ માટે આવતા પક્ષકારોએ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટની SOPમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ લોકો હાઇકોર્ટમાં ગેટ નંબર 2 અને 5માંથી પ્રવેશ લઇ શકશે. ગેટ નંબર 2 અને 5માંથી પ્રવેશતા તમામ લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે.
બીજા માળે જવા માટેનું એલિવેટર બંધ રહેશે
આ સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈને તાવ, કફ હોય તો તે લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે વકીલો, પક્ષકારો, રજિસ્ટર ક્લાર્ક કોર્ટના પરિસરમાં આવેલા બાર રૂમ સુધી પ્રવેશ કરી શકશે. જોકે પત્રકારોને હાઇકોર્ટેમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટના બીજા માળે જવા માટેનું એલિવેટર પણ બંધ રાખવામાં આવશે.
માસ્ક સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે
આ SOPમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો હાઇકોર્ટમાં પ્રવેશ લેશે, તેમણે ફરજિયાત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક પહેરવું અને થર્મલ સ્ક્રિનિંગ કરાવવું, હાથ સેનેટાઇઝ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. આ સાથે કોર્ટે જે વ્યક્તિ 65 વર્ષથી વધુના હોય તેવા વકીલો, ક્લાર્ક, પક્ષકારો, કોમોર્બિડિટીઝનો સામનો કરી રહ્યા હોય તે લોકો કોર્ટથી દૂર રહી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.