ધમકી આપવાની ફરિયાદ મામલે સુનાવણી:સિનિયર એડવોકેટ સૈયદ સામે આકરા પગલાં ભરવા સામે સ્ટે મુકવાનો હાઇકોર્ટનો ઇન્કાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આઇ.એચ.સૈયદ સામે થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. સિનિયર એડવોકેટ સામે થલતેજના એક વેપારીને વિવાદ ઉકેલવા માટે બોલાવીને એગ્રીમેન્ટ ઉપર સહી કરવા માટે ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ ફરિયાદ રદ કરવા અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે એડવોકેટ સૈયદ સામે આકરા પગલાં ભરવા સામે હાલ પુરતા સ્ટે આપવાનો પણ ઇન્કાર કર્યો છે. મોટી વાત તો એ છે કે હાઇકોર્ટે ટકોર કરી છે કે ,‘એડવોકેટ હોય તો શું થયું! વકીલ પણ કાયદાથી ઉપર નથી હોતા.

આ મામલે પ્રાથમિક સુનાવણી બાદ હાઈકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. જે મામલે વધુ સુનાવણી 25 મેના રોજ હાથ ધરવામાં આવશે. એડવોકેટ સૈયદ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, તેમની સામે કિન્નાખોરી રાખીને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...