હાઈકોર્ટનો હુકમ:આરોપીને જાહેરમાં મારી, પરેડ કરવા મામલે રાજકોટ ભક્તિનગર પોલીસ સામે ગુજરાત હાઈકોર્ટે ચાર્જ ફ્રેમ માટે યોગ્ય માન્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • 2017માં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર આરોપીની ધરપકડ બાદ સરઘસ કઢાયું હતું
  • આરોપીના સરસઘ કાઢવા મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને નારાજગી વ્યક્ત કરી

જાહેરમાં આરોપીને માર મારી જેનો સરઘસ કાઢવા મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટના એક હિસ્ટ્રીશીટર આરોપીની ધરપકડ બાદ જ પોલીસે તેને માર માર્યો હતો અને જાહેર રસ્તા પર સરઘસ કાઢયું હતું. જે મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી સામે ચાર્જશીટ કરવા માટે તૈયાર દર્શાવતા આ કિસ્સાને તે માટે યોગ્ય ગણાવ્યો છે.

બંગાળના 1997ના કેસને ધ્યાને રાખીને રજૂઆત કરી હતી
વર્ષ 2017માં રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં આ ધરપકડ ગેરકાયદે હોવાના ઉપરાંત પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના દાવા સાથે અરજી કરવામાં આવી હતી. જે અંગે અરજદાર વતી હાજર થયેલા એડવોકેટ જયપ્રકાશ ઉમોટે ગુજરાત હાઇકોર્ટમાં બી.કે બાસુ વર્સીસ સ્ટેટ બંગાળના વર્ષ 1997 કેસને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. 1997 કેસમાં સુપ્રિમ કોર્ટે કોઈ આરોપીની ધરપકડ થયા બાદ ક્યા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે અંગે ગાઈડ જારી કરવામાં આવી હતી. જેનો સંદર્ભ ટાંકી અરજદાર સાથે થયેલા વર્તન અને પોલીસની કામગીરી અને પડકારવામાં આવી હતી.

જાહેરમાં આરોપીને આવી સ્થિતિ તો પોલીસ સ્ટેશનમાં શું હાલત હશે!-CJ
આ સુનાવણી દરમિયાન આરોપીને માર માર્યા બાદ ઇજા અંગેની તસવીરો જોઈ ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એ ટકોર કરી કે, જો જાહેરમાં આરોપી આ પ્રકારની સ્થિતિ હોય તો પોલીસ સ્ટેશનની અંદર શું હાલત હશે! જેને લઇ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ ચાર્જફ્રેમ કરવા માટે હુકમ કર્યો હતો, જે માટે તેમને રેગ્યુલર બોર્ડ પૂર્ણ થયા બાદ, આ કેસમાં ચાર્જશીટ સંદર્ભે રેગ્યુલર બોર્ડ પૂર્ણ થયા બાદ 15 મિનિટ વધારે બેસવાની તૈયારી પણ દર્શાવી હતી.

પોલીસ તરફથી એડવોકેટે બચાવમાં દલીલ કરી
આ મામલે સુનાવણી દરમિયાન પોલીસ વિભાગ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, ધરપકડ કરાયેલા આરોપી ભૂતકાળમાં ઘણી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. તેની ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધવામાં આવેલો છે. આ ઉપરાંત એડવોકેટે કોર્ટ સમક્ષ એ વાત પણ મૂકી કે, આરોપી સામે કોઈ ફરિયાદ નોંધાવી રહ્યું ન હતું, જેથી લોકોમાં ડરનું વાતાવરણ ન રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો અને જાગૃતતા આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આગામી સુનાવણીમાં પોલીસ અધિકારીઓને હાજર રાખી માફી માંગવાની પણ તૈયારી એડવોકેટ દર્શાવી છે. જે મામલે આગામી 24 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...