તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:માતાની તબિયત ખરાબ થતાં બળાત્કારના ગુનામાં જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના ફર્લો જામીન મંજુર

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • નારાણય સાંઈને કેદીના અધિકારો ધ્યાનમાં રાખીને 5 હજારના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યા

ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને જેલમાંથી મુક્ત કરવા માટે ફર્લો જામીન મંજૂર કર્યા છે. બીમાર માતાને મળવા માટે કોર્ટે નારાયણ સાંઈના ફર્લો મંજૂર કર્યા છે. ડિસેમ્બર 2013માં હરિયાણાથી બળાત્કારના કેસમાં નારાયણ સાંઈની ધરપકડ થયા બાદ તે પહેલીવાર જેલની બહાર આવી રહ્યો છે. નારાયણે હાઈકોર્ટમાં પેરોલ માટે ગત અઠવાડિયે અરજી કરી હતી, જેમાં તેણે કેદીના અધિકારની વાત કરી હતી. પોતાની માતાને ગંભીર બીમારી હોવાની કોર્ટમાં તેણે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની માતાનું હૃદય 40% જ કામ કરી રહ્યું છે જેથી તે તેમને મળવા માગે છે.

પાંચ હજારના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યાં
નારાયણની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરીને કેદીના અધિકારોને ધ્યાનમાં રાખીને 5,000ના બોન્ડ પર પેરોલ આપવામાં આવ્યા છે. દુષ્કર્મના કેસમાં નારાયણ સુરતની લાજપોર જેલમાં બંધ છે. નારાયણ સાંઈ અને તેના પિતા આસારામના જૂના ભક્ત પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પીડિત યુવતીની બહેને આસારામની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી જેની સામે ગાંધીનગર કોર્ટમાં આસારામ, તેની પત્ની અને દીકરી સામે કેસ ચાલી રહ્યો છે.

ગત મહિને પણ તેણે જામીનની માંગ કરી હતી
પાછલા મહિને આસારામે 10 દિવસના જામીનની માગણી કરી હતી કે જેથી તે પોતાની બીમાર માતાને મળી શકે. તેણે એવી પણ માગણી કરી હતી કે તેને જામીન મળે તો તે સાધના કરી શકે અને પોતાના પિતા અને આધ્યાત્મિક ગુરુ આસારામને મળી શકે, આસારામને પણ દુષ્કર્મના કેસમાં જોધપુરની જેલમાં આજીવન કેસની સજા સંભળાવવામાં આવી છે.નારાયણ સાંઈ પોતાને ભગવાનનો અવતાર માનનારા આસારામનો દીકરો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો