સુનાવણી:કેનેડાના PR માટે પોલીસ ક્લિયરન્સ સર્ટી નહીં મળતાં કેનેડા ખાતેની ભારતીય એમ્બેસીને પક્ષકાર બનાવવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અરજદાર મહિલાએ સર્ટી આપવામાં ગલ્લા તલ્લાં કરાયા હોવાનો આક્ષેપ કર્યો

ગાંધીનગર જિલ્લાની અરજદાર મહિલા 2016થી કેનેડામાં સ્થાઈ થઈ છે. હવે તેને કેનેડાના PR મળવા જઈ રહ્યાં છે. આ માટે મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ મહિલાને આ સર્ટી આપવામાં આવ્યું નહોતું. આ બાબતે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કેનેડા ખાતેની ભારતીય એમ્બેસીને પક્ષકાર બનાવવા માટે આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓક્ટોબરે હાથ ધરાશે.

પોલીસ વેરિફિકેશન કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કેનેડાના PR માટે પહેલા પોલીસ વેરિફિકેશન સર્ટી બાદ પોલીસ ક્લિયરન્સ સર્ટી ભારતની એમ્બેસી આપતી હોય છે. અરજદાર મહિલાએ પોલીસ વેરિફિકેશન સર્ટી માટે અરજી કરી હોવાની વાત તેના સાસરિયામાં તથા પોલીસ વેરિફિકેશન કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેની સામે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જો કે અરજદાર મહિલાની ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન બાદ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વેરિફિકેશન સર્ટી આપી દેવામાં આવ્યું હતું.

વધુ સુનાવણી હવે આગામી 22 ઓક્ટોબરે યોજાશે
પોતાની સામે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ નહીં હોવા છતાં આ સર્ટી આપવા માટે ગલ્લા તલ્લાં કરવામાં આવી રહ્યાં હોવાનો મહિલાએ દાવો કર્યો હતો. આ બાબતે અરજદાર મહિલાના વકીલ નિલય પટેલે જણાવ્યું કે હજુ PR માટે એમ્બસીમાંથી ક્લિયરન્સ સર્ટી મેળવવાનું હોવાથી ગુજરાત હાઈકોર્ટે કેનેડાના ટોરન્ટો સ્થિત ભારતની એમ્બેસીને પક્ષકાર બનાવવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી હવે આગામી 22 ઓક્ટોબરે યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...