હાઈકોર્ટનો હુકમ:ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી પર 43 પેજનો ઓર્ડર કર્યો, કહ્યું- રાત્રિ કર્ફ્યૂ પૂરતું નહીં કોરોનાની ચેઈન તોડવા સરકાર પગલાં લે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટનીફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટનીફાઈલ તસવીર
  • સરકારે ઓક્સિજનની છેલ્લા બે અઠવાડિયાની ડેટા સાથેની માહિતીનો એફિડેવિટમાં ઉલ્લેખ કરવા પડશે
  • રાજ્યમાં હોસ્પિટલના કેટલા બેડ ખાલી છે એનો રિયલ ટાઈમ આંકડો સમયસર અપડેટ થતો રહે તેવીવ્યવસ્થા ગોઠવો

ગઈકાલે ગુજરાત હાઇકોર્ટનો સુઓમોટો અરજી પર હાઇકોર્ટે આજે ઓર્ડર કર્યો હતો. 43 પેજના હુકમમાં નામદાર કોર્ટે રાત્રિ કર્ફયુ લગાવવું પૂરતું નહીં હોવાનું જણાવ્યું છે.તેની સામે કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્ય સરકાર પગલા લે તેવો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં નામદાર કોર્ટે ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગતો આપવા અને આગામી સુનાવણીમાં સરકાર નિર્દેશિત પ્રશ્નોની માહિતી સાથે સૌગંદનામું રજુ કરે તેવો ઓર્ડર કરવામાં આવ્યો છે.

રાજ્ય માં RT-PCR ટેસ્ટિંગ મશીન પણ કેટલા કાર્યરત છે તે અંગેની માહિતી અને 21 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું કે નહીં તે અંગેની માહિતી આ બને બાબતનો આગામી સુનાવણી દરમિયાન એફિડેવિટમાં ઉલ્લેખ કરવા જણાવ્યું છે.

રાજ્ય સરકાર ટેસ્ટિંગ અંગેના આંકડા પણ સાચા લોકો સમક્ષ રજુ કરવા જોઈએ. પબ્લિક હેલ્થ સેન્ટરે લોકોની ભીડ ટેસ્ટિંગ માટે ન થાય તે માટે RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા ઝડપથી વધારવી જોઈએ. જેથી ભીડ ન થાય અને સંક્રમણ રોકી શકાય. સાથે જિલ્લામાં પણ કેટલા ટેસ્ટિંગ થાય છે RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા કેટલી જગ્યા એ છે એ પણ જણાવવું જોઈએ.

રાજ્ય સરકારેઓક્સિજનની છેલ્લા બે અઠવાડિયાની ડેટા સાથેની માહિતી લઈને એફિડેવિટમાં ઉલ્લેખ કરવાનો રહેશે. સાથે ઓક્સિજન ક્યાં-ક્યાંથી મેળવવા આવે છે તેની પણ ડેટા સાથેની માહિતીનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.

રાજ્ય સરકારે હવે નેક્સ્ટ હિયરિંગમાં 900 બેડ ઘન્વંતરી હોસ્પિટલનો પ્લાન લઈને હાજર થવાનો આદેશ કરાયો છે. અમદાવાદની ધન્વંતરી હોસ્પિટલમાં વોશરૂમમાં ગંદકી હોવાની બાબત પણ સામે આવી હતી. આવી ગંદકીના કારણે દર્દીઓને હેરાન થવું પડે છે અને આ બિલકુલ અનહાઇજેનિક છે. હોસ્પિટલમાંના વોશરૂમ સાફ હોવા જોઈએ. આ બાબતને ધ્યાનમાં લઈને હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરો.

રાજ્યની તમામ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે એનો રિયલ ટાઈમ આંકડો સમયસર અપડેટ થતો રહે તેવી વ્યવસ્થા ગોઠવો. લોકોને સરળતાથી ખ્યાલ આવે તેવી રીતે વેબસાઈટ પર આ તમામ વિગતો સતત અપડેટ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવે.

મરણના દાખલના રજિસ્ટ્રેશનની સમય મર્યાદા વધારવા આવે. આ પરિસ્થિતિમાં લોકો જન્મ -મરણના સર્ટિફિકેટ માટે ધક્કા ખાય છે .એટલે આની સમયમર્યાદા હવે 30 જુલાઈ સુધી વધારી દેવામાં આવી છે. જેનો ઑર્ડર રાજ્ય સરકારના જન્મ -મરણ નોંધણી વિભાગને કરી દેવામાં આવ્યો છે. સાથે આ સર્ટિફિકેટ માટેની તમામ પ્રોસેસને ઓનલાઈન કરવામાં આવે. સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો નમ્બર પણ ચેનલ પર વાયરલ કરવામાં આવ્યો હતો. આ બાબતે આ વખતના એફિડેવિટમાં કેમ ઉલ્લેખ ન હતો. હવે નેક્સ્ટ હિયરિંગમાં આ બાબતનો ઉલ્લેખ જરૂરથી થવો જોઈએ અને એમાં તમે શું કાર્યવાહી કરી તે પણ ઉલ્લેખ કરજો.

રાજ્યમાં કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે. રાજ્ય સરકાર જે નિર્ણય લીધા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ લાદયો છે અને ઘણા પ્રતિબંધો મુક્યા છે તેમ રાજ્ય સરકારે તેનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે.લોકો હજી પણ કામ વગર બહાર નીકળે છે. મોટી સંખ્યામાં ભેગા થાય છે એ બાબતે સરકાર કડક પગલાં લે. માત્ર રાત્રિ કર્ફ્યૂથી કોરોનાની ચેઇન નહીં તૂટે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ.

હાઈકોર્ટના અવલોકન બાદ સરકાર કર્ફ્યૂની સમીક્ષા કરશે
કોરોનાના નિયંત્રણ માટે કર્ફ્યૂની અસરકારકતા અંગે હાઈકોર્ટના અવલોકન બાદ ગુરુવારે મળનારી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કર્ફ્યૂ ઉપરાંત લોકડાઉનની આવશ્યકતા છે કે નહીં તે અંગે પણ વિચારણા કરી મુસદ્દો તૈયાર કરશે.

હાઈકોર્ટે સરકાર પાસે એફિડેવિટમાં શું-શું માંગ્યું?
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, GMDC ખાતે હાલ કેટલા બેડ કાર્યરત છે? સફાઈની ત્યાં કયા પ્રકારે વ્યવસ્થા છે? ઓક્સિજનનું કેટલું ઉત્પાદન થઇ રહ્યું છે અને તેની સામે કેટલી જરૂરિયાત છે તે સરકાર જણાવે. રેમડેસિવિરની વહેંચણી કઈ રીતે થઇ રહી છે? શું માત્ર મનપા અને સરકારી હોસ્પિટલમાં જ આપવામાં આવી રહ્યા છે કે અન્યને પણ આપવામાં આવી રહ્યા છે તે સરકાર જણાવે. 26 યુનિવર્સિટીમાં લેબોરેટરી ક્યારે તૈયાર થશે તે સરકાર જણાવે.

આવતી સુનાવણીમાં સરકાર સોગંદનામું કરવા આદેશ
મહત્વનું છે કે આગામી 11 મેના રોજ નામદાર કોર્ટ ફરીવાર કોરોના સુઓમોટો સુનવણી કરશે. ત્યારે કોર્ટે સરકારને નવી માહિતી સાથે સૌગંદનામું રજુ કરવા આદેશ કર્યો છે. આ સોગંદનામું 10 મે સુધીમાં કરવાનું રહેશે. જેમાં નવા 21 RT-PCR મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે? તે જણાવવાનું રહેશે. તેમજ ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈ મુદ્દે પણ નિર્દેશ કરવામાં આવ્યા છે. કોર્ટે ટકોર કરી છે કે હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ અયોગ્ય છે.