સાબરમતી નદીમાં પ્રદૂષણ:હાઇકોર્ટના મહત્વપૂર્ણ અવલોકન, ડ્રગ રેઝીસ્ટન્સ બેક્ટેરિયા અને ટોક્સિક હેવી મેટલ મળ્યાં, નદી આસપાસ થતી શાકભાજીની ખેતી બેક્ટેરિયાથી દૂષિત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાબરમતી નદીમાં ફેલાતા પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલા હુકમમાં કેટલાક અવલોકનો કર્યાં છે. આ અવલોકન પોતાના લેખિત ઓર્ડરમાં ટાંક્યા છે. અમદાવાદ શહેરના ગટરના પાણી અને ઔદ્યોગિક ગંદકી સાબરમતીમાં ઠાલવવાના કારણે નદીમાં ડ્રગ રેઝીસ્ટન્સ બેક્ટેરિયા અને ટોક્સિક હેવી મેટલ આવ્યા છે. આ પહેલા હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે મૌખિક ટકોર કરી હતી. જે બાદ આ ઓર્ડરમાં પણ કેટલીક મહત્વની વાતોનો ઉલ્લેખ કર્યો છે.

હેવી મેટલના કારણે જળચર સૃષ્ટિ નાશ પામી
કોર્ટે પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે કે રિવરબેડમાં ડ્રગ રેઝીસ્ટન્સ બેક્ટેરિયા અને હેવી મેટલના કારણે જળચર સૃષ્ટિ નાશ પામી છે. જેના કારણે રિવરફ્રન્ટ પર જનારા લોકોને, અલગ અલગ તળાવો પાસેના સ્લમમાં રહેતા લોકોને અને નદી કાંઠે આવેલા ગામના લોકો, ખેતી કરનારાઓને બેક્ટેરિયાનો ચેપ લાગવાની પૂરી શક્યતા છે. રિસર્ચમાં આવેલા તથ્યો પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં નદીમાં ડ્રગ રેઝીસ્ટન્સ બેક્ટેરિયાની પ્રમાણ બમણું થયું હોવાનું કોર્ટે નોંધ્યું છે.

દૂષિત પાણીથી લોહીયુક્ત ઝાડા અને ઉલટી થઈ શકે
નદી આસપાસ થતી ખેતી, ઉગતા શાકભાજી વગેરે પણ બેક્ટેરિયાથી દૂષિત છે, જે હાનિકારક સાબિત થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે કોર્ટે પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે કે આ દૂષિત પાણીના બેક્ટેરિયાથી લોહીયુક્ત ઝાડા, ઉલટી, ખોરાકના પાચનના પ્રશ્નો અને પેટને લગતિવિવિધ બીમારીનું કારણ બને છે. ડ્રગ રેઝીસ્ટન્સ બેક્ટેરિયા પર દવાની પણ કોઈ ખાસ અસર થતી નથી. આ ઉપરાંત આરોગ્ય અને તંદુરસ્તી સામે આવા બેક્ટેરિયા મોટું જોખમ ઉભું કરે છે.

અગાઉ હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જસ્ટિસ પારડીવાલાએ હળવાશમાં પક્ષકારોનો એવી ટકોર પણ કરી કે અત્યાર સુધી તમે 'ડોલો-550' લીધી છે, પરંતુ તે અસરકારક સાબિત નથી થઈ, હવે તમારે હેવી એન્ટીબાયોટિક લેવાની જરૂર છે. માત્ર આટલું જ નહીં પરંતુ જસ્ટિસ પારડીવાલાએ અમદાવાદ સિવાય અંકલેશ્વર અને વાપી તરફ ના પ્રદૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ તરફના વિસ્તારમાં કલ્પના ન કરી શકાય એવી પરિસ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...