તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાનીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા એક સપ્તાથી તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારથી તેઓ વેન્ટિલેટર પર હતા. 59 વર્ષીય જસ્ટિસ ઉધવાની સહિત 3 જજનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જસ્ટિસ ઉધવાનીના નિધનના પગલે સોમવારે વર્ચ્યુઅલ ફૂલ કોર્ટ રેફરન્સ રાખવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા હતા, જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર. ઉધવાણી અને જસ્ટિસ આર.એમ. સરીન કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા.
2003માં પોટાના એડિ. જજ બન્યા હતા
જસ્ટિસ ઉધવાણીએ વર્ષ-2012માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તે અગાઉ 2011માં તેઓ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ હતા. તેમણે 1986માં એલ. એ શાહ લો કોલેજમાંથી એલ. એલ.બીની ડીગ્રી મેળવી હતી. 2003માં તેઓ સ્પેશ્યલ કોર્ટ (પોટા)ના એડિશનલ જજ તરીકે નિમણૂક પામ્યા હતા. હાઇકોર્ટમાં વકીલોમાં તેઓ મૃદુભાષી અને શિસ્તના આગ્રહી તરીકે ઓળખાતા હતા. જુનિયર વકીલોને પોતાની કોર્ટમાં દલીલ કરતા ડર ન રહે તે પ્રકારે પ્રોત્સાહન પણ આપતા હતા.
ગોધરાકાંડનો ચુકાદો આપ્યો હતો
ગોધરાકાંડના આરોપીઓએ તેમને કરેલી સજાને હાઇકોર્ટમાં પડકારતી અપીલ કરી હતી. તેની બલ્કમાં થયેલી અપીલ 2 વર્ષ સુધી ચલાયા બાદ તેમણે ચુકાદો આપ્યો હતો. દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 296 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 દર્દી મૃત્યુ પામ્યા હતા. કેસની સમીક્ષાને આધારે 3 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં 3 મહિના પછી 36 કેસ નોંધાયા છે. ધોળકામાં સૌથી વધુ 8 અને દેત્રોજમાં 7 કેસ નોંધાયા હતા.
કોર્ટ શરૂ થાય એ પહેલાં તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ થયા હતા
કોર્ટના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા બાદ કોર્ટની કામગીરી શરૂ થાય એ પહેલાં તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. એ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે, કોર્ટની કામગીરી શરૂ કરવામાં આવે છે.
જુલાઇમાં 8 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા
ગત જુલાઈ માસમાં હાઇકોર્ટના 8 જેટલા કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હાઇકોર્ટને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અને ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી હતી. જોકે હવે 14મી સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે પ્રત્યક્ષ સુનાવણી હાઇકોર્ટમાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં એક ડિવિઝન અને ત્રણ/ચાર સિંગલ જજની બેંચ કેસોની પ્રત્યક્ષ સુનાવણી કરશે. પ્રત્યક્ષ સુનાવણી મામલે સત્તાવાર આદેશ ચીફ જસ્ટિસ વિક્રમનાથે કર્યો હતો.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.