નિમણૂંક:જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ બન્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ બેલાબહેન ત્રિવેદી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ બેલાબહેન ત્રિવેદી ( ફાઈલ ફોટો)
  • જસ્ટીસ વિક્રમનાથ સપ્ટેમ્બર-2019 થી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત છે

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. આ ભલામણને કેન્દ્રની મંજુરી મળી ગઈ છે. જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી સુપ્રીમમાં પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ છે.

જસ્ટીસ વિક્રમનાથ 2019થી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ મૂળભૂત રીતે અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ હતાં અને સપ્ટેમ્બર-2019 થી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત છે. તેમણે પોતાની સમક્ષના કેસોની સુનાવણી પ્રાયોગિક ધોરણે 26 ઓક્ટોબર 2020થી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર સ્ટ્રિમિંગ કરી રહી છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રિમિંગ કરી રહી છે.

તેમના કાર્યકાળમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા અને ઓર્ડર હવે ઓફિશિયલ વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં હાઇકોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશા નિર્દેશ પણ અપાયા હતાં. તે ઉપરાંત લવજેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર તેમની ખંડપીઠે તત્કાળ રોક લગાવી દીધી હતી. બીજી તરફ દારુબંધીને પડકારતી અરજી હાઈકોર્ટ સમક્ષ ટકી શકે તેવો તેમની ખંડપીઠે હૂકમ પણ કર્યો હતો. ચીફ જસ્ટીસ વિક્રમનાથના કાર્યકાળમાં ગુજરાત હાઇકોર્ટે એક જ દિવસમાં 18 જિલ્લાના 33 પાસાના હુકમોને રદ કરીને અરજીનો નિકાલ કર્યો છે.

જસ્ટીસ બેલાબેન ત્રિવેદી 2011થી ગુજરાત હાઈકોર્ટમાં જજ છે
જસ્ટીસ બેલાબેન ત્રિવેદીએ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી ફેબ્રુઆરી-2011થી ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત છે. જૂન-2011માં રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેન્ચમાં તેમની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી-2016માં તેમણે ફરી ગુજરાત હાઇકોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન સરકારે કરેલા સાગંધનામા પર જસ્ટીસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની પીઠે સરકારને આકરા સવાલો કર્યાં હતાં. મ્યુકોરમાઈકોસિસની સારવાર માટેના ઈન્જેક્શન અને રેમડેસિવિયરની અછત મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી.

સુપ્રિમ કોર્ટમાં પ્રથમ ગુજરાતી મહિલા જજ
સુપ્રીમ કોર્ટ કોલેજીયમે એકસાથે ત્રણ મહિલા જજોની ભલામણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કરી છે, જેમાં તેલંગણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ગુજરાતના હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનો સમાવેશ થાય છે. જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી સુપ્રીમમાં પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ હશે.

અન્ય સમાચારો પણ છે...