રાજ્યના વકીલોને રાહત:ગુજરાત હાઈકોર્ટે વકીલો પાસે GST દ્વારા સર્વિસ ટેક્સ માંગણી સંદર્ભે મનાઈ હુકમ ફરમાવ્યો, વચગાળાનો હુકમ

5 મહિનો પહેલા
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • હાઇકોર્ટમાં વકીલાત કરતાં કેટલાક વકીલોને GST વિભાગ તરફથી નોટિસ આપી હતી
  • સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જી.એસ.ટી. કે ફાઇનાન્સ એક્ટ હેઠળ લેવાતા સર્વિસ ટેક્સની વસૂલાત પર વચગાળાનો સ્ટે

રાજ્યના વકીલો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે જીએસટી વિભાગ તરફથી વકીલો પાસે સર્વિસ ટેક્સની પરની માંગ સંદર્ભે મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઇકોર્ટમાં વકીલાત કરતાં કેટલાક વકીલોને GST વિભાગ તરફથી નોટિસ પાઠવવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિએશન તરફથી પડકારવામાં આવી હતી જે મામલે હાઈકોર્ટે વચગાળાની રાહત આપતા મહત્વનો હુકમ કર્યો છે.

સ્ટેથી રાજ્યની તમામ કોર્ટના વકીલોને રાહત મળશે
જસ્ટિસ જે.બી પારડી વાલા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સક્ષમ હાથ ધરાયેલી સુનાવણીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ, સ્ટેટ જી.એસ.ટી. વિભાગ કે ફાઇનાન્સ એક્ટ હેઠળ લેવાતા સર્વિસ ટેક્સની વસૂલાત પર હાઈકોર્ટે રોક લગાતો વચગાળાનો હુકમ કર્યો છે. જેને લઈ ન માત્ર ગુજરાત હાઇકોર્ટ પરંતુ રાજ્યની તમામ કોર્ટમાં વકીલાત કરતા વકીલો માટે રાહત બની રહેશે.

કોઈ કંપની કે મોટી એજન્સીના કેસમાં તેમણે (જે તે પક્ષકારે) GST ભરવો પડે
કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ કે નિયમ પ્રમાણે વકીલાત કરતા વકીલોને જીએસટી લાગૂ પડતો નથી. તેમ છતાં જીએસટી વિભાગે વકીલોને જીએસટી ભરવા માટેની નોટીસ ફટકારી છે, જે યોગ્ય નથી. જ્યારે વકીલ કોઈ વ્યક્તિગત બાબતને વકીલ વ્યક્તિનો કેસ લડતો હોય તો, જીએસટી લાગવાનો કે જીએસટી લેવાનો કોઇ સવાલ કાયદામાં આવતો નથી. જોકે કોઇ કંપની કે મોટી એજન્સીના કેસની વાત આવે છે, ત્યારે તેમાં GST લાગૂ પડે છે, પરંતુ તે સીધી રીતે એડવોકેટ પર લાગૂ ન પડે, તે જે-તે કંપની કે એજન્સીએ ભરપાઈ કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...