• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat High Court Issues Notice To Education And Finance Department In Petition For Government Pension Scheme On Behalf Of 1200 Teachers

હાઈકોર્ટમાં સુનાવણી:1200 શિક્ષકો વતી સરકારી પેન્શન યોજના માટે થયેલી પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે શિક્ષણ અને નાણાં વિભાગને નોટિસ ફટકારી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • સરકારી કર્મચારીના કોરોનાથી અવસાન થતાં જાણ થઈ કે નવી પેન્શન સ્કીમમાં તેના પરિવારને માત્ર 1500થી 2000 પેન્શન મળે તેથી રાહત મળે

ગુજરાત હાઈકોર્ટમાં 1200 શિક્ષકો પોતાના પેન્શનના લાભ માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં એપ્રિલ 2005 પહેલાંના કર્મચારીઓને છેલ્લા પગારના આશરે પચાસ ટકા એટલે કે છેલ્લો પગાર પચાસ હજાર હોય તો આશરે પચીસ હજાર પેન્શન સરકારી પેન્શન સ્કીમમાં મળે છે. તેમાંથી તે નિવૃત્તિ પછી સન્માનપૂર્વક આત્મનિર્ભર જીવન જીવી શકે તેવો સામાજિક સુરક્ષાનો કોન્સેપ્ટ હતો. એપ્રિલ ૨૦૦૫ પછી ફૂલ પગારમાં આવેલા કર્મચારીઓને સરકારી પેન્શન યોજના જીપીએફ બંધ કરીને નવી પેન્શન સ્કીમમાં સમાવેશ કરેલો છે. તેનાથી નિવૃત્તિ કે કર્મચારીનું અવસાન થાય તો બે હજાર પેન્શનમાં તેઓને જીવન જરૂરિયાતના ખર્ચમાં મદદ થાય.

સમાજ સુરક્ષાના કર્મીઓને જૂની પેન્શન સામે નવી પેન્શન યોજનાનો વિકલ્પ
આ અંગે સમાજ સુરક્ષાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાંથી નવી પેન્શન યોજનાનો વિકલ્પ આપેલો છે તેવો વિકલ્પ હાલની સ્પે સી એ નંબર 10613/2021ના પિટિશનમાં જોડાયેલા નગરપાલિકા કે જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોને આપેલો નથી. આ શિક્ષકોને ફિક્સ પગારની નોકરીની સિનિયોરિટી આપવાનો નવેમ્બર 2019માં શિક્ષણ વિભાગનો ઠરાવ થયો છે, તો પણ તેમને સરકારી પેન્શન યોજનાનો લાભ આપેલો નથી.

કેટલાક એક જ તારીખે જોડાયા છે છતાં ફિક્સ પગારમાં છે
વધુમાં ગુજરાત રાજ્યના 2005 અગાઉ એક જ તારીખે એક જ જાહેરાતથી ફિક્સ પગારમાં જોડાયા છે. તેમાંના કેટલાકને બે કે ત્રણ વર્ષમાં જગ્યા ખાલી પડતા ફુલ પગારમાં આવી જવાથી સરકારી પેન્શન યોજનાનો લાભ મળે છે. જ્યારે એક જ તારીખ અને જાહેરાતથી જોડાયા હોય તેવા અનેક શિક્ષકોને સરકારે પોતે પાંચ વર્ષ પહેલા ફુલ પગારમાં લીધા ના હોવાથી અને ફિક્સ પગારમાં રાખેલા હોવાથી તેઓ એપ્રિલ 2005 પછી ફુલ પગારમાં આવવાથી નવી પેન્શન યોજનામાં આવી ગયેલા હોવાથી મોટો અન્યાય થયેલો છે. જેમાં તેમનો પોતાનો કોઈ વાંક ગુનો જ નથી. આથી તેઓ હાઇકોર્ટના શરણે આવ્યા છે.

હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરી
રાજ્યના 1200 શિક્ષકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં તેમને સરકારી પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ મળે તે માટે પિટિશન દાખલ કરેલી છે. તેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના જજ ભાર્ગવ કારિયા સાહેબ સમક્ષ આજે સુનાવણી થઈને શિક્ષણ અને નાણાં વિભાગને કોર્ટે નોટિસ ઇસ્યુ કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...