સુનાવણી:​​​​​​​અમદાવાદ IIMમાં પ્રવેશ કાર્યવાહીમાં અનામતની અમલવારી બાબતે ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશની કુલ 20 IIMમાંથી 15માં અનામત નીતિનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે

અમદાવાદ IIMમાં પ્રવેશ કાર્યવાહીમાં અનામતની અમલવારી બાબતે ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. અમદાવાદ IIMમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓના સંગઠન એટલે કે IIM ગ્લોબલ એલ્યુમી તરફથી કરવામાં આવેલ જાહેર હિતની અરજીમાં PHDના અભ્યાસક્રમમાં અનામત નીતિનો અમલ કરવા માંગ કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને હેમંત પ્રછચ્કની ખંડપીઠ સમક્ષ અમદાવાદ IIMમાં PHD કોર્સમાં અનામત નીતિના અમલ અંગેની PILની સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં અરજદારના વકીલ બદ્રીશ રાજુએ દલીલ કરી કે દેશમાં કુલ 20 જેટલા IIM કાર્યરત્ છે જેમાંથી 15 આઇઆઇએમમાં અનામત નીતિનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે, પરંતુ અમદાવાદ IIMમાં પીએચડી અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહીમાં અનામતનો અમલ થઈ રહ્યો નથી. આ સંદર્ભે એડવોકેટ તરફથી અન્ય IIMની પ્રવેશ કાર્યવાહી અંગેની માહિતી પણ કોર્ટ મુકવામાં આવી.

અરજદારની માંગ છે કે દેશભરમાં વર્ષ 2006ના સેન્ટરલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિઝર્વેશન ઇન એડમિશન એકટ હેઠળ દરેક શૈક્ષણિક સંસ્થામાં અમલ કરવાની જોગવાઈ કરવામાં આવે છે, તો પછી અમદાવાદ IIMના PHD કોર્સના પ્રવેશમાં કેમ નહિ? એડવોકેટ તરફથી IIM એકટ 2017 પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. SC, ST, OBC અને દિવ્યાંગો માટે પી.એચ.ડી. કોર્સમાં ધારા ધોરણ પ્રમાણે અનામત મળે તે માટે મુખ્ય માંગ કરવામાં આવી છે. આ મામલે IIMને નોટિસ પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...