સુનાવણી:પતિને આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હોવાના આરોપમાં ગુજરાત હાઈકોર્ટે પત્નીને આપ્યા જામીન, નણંદે ભાભી સામે કરી હતી ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પત્ની પર પતિએ આપઘાતની દુષ્પ્રેરણા આપી હોવાના આરોપ બાબતે હાઇકોર્ટે સમક્ષ આવેલા એક કિસ્સામાં કોર્ટે પત્નીને જામીન આપ્યા છે. કેસની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે આરોપી પત્નીને 10 હજારના પર્સનલ બોન્ડ અને સ્યોરિટી પર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

આપઘાત વખતે પતિએ સ્યુસાઇડ નોટ પણ લખી હતી
અમદાવાદમાં પત્ની સામે મૃતકના બહેન મારફતે ફરિયાદ કરવા આવી હતી. જેમાં પત્નીએ પતિને આત્મહત્યા માટે મજબૂર કરી દુષપ્રેરણા આપી હોવાનો દાવો કર્યો હતો. જે બાબતે કલમ 306 હેઠળની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આપઘાત વખતે પતિએ સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પોતાની પત્ની સામે એક યુવક સાથે આડા સંબંધો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

નણંદે મહિલાને ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો
આ બાબતે જામીન મેળવવા માટે આરોપી પત્નીએ હાઇકોર્ટમા અરજી કરી હતી. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે પતિના આપઘાત પહેલા અરજદાર મહિલા અને તેના પતિની બહેન, એટલે કે નણંદ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં નણંદે અરજદારને ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો. જે ઘટના બાદ અરજદાર સામે નણંદે પોતાના ભાઈના આપઘાત માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ કરી હતી. જેથી અરજદાર મહિલાનો આ આપઘાત પાછળ સીધી રીતે કોઈ હાથ નથી અને ખોટી રીતે આ ઘટનામાં ઘસેડવામાં આવી છે. આ બાબતને ધ્યાને લઇ કોર્ટ જે શરત મૂકે તેને આધીન રહેવાની તૈયારી સાથે જામીન આપવા માટે દલીલ કરી હતી. જેને લઈ કોર્ટે શરતોને આધારે પત્નીને જામીન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...