હોલિ-ડેમાં સુનાવણી:રજાના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ બેન્ચમાં સુનાવણી હાથ ધરાઈ, જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલને PSI પરીક્ષા માટે જામીન આપ્યા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021માં દાહોદના બદભાઈ ચૌહાન નામના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા

ન્યાયતંત્ર માટે એક ઉત્તમ અને આદર્શ ઉદાહરણ સાબિત થાય તેવી ઘટના સામે આવી છે. આજે એટલે કે શનિવારે રજાના દિવસે પણ ગુજરાત હાઈકોર્ટના ની એક સ્પેશિયલ બેન્ચ સમક્ષ જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આપી શકે તે માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

ઉમેદવારોનું ભવિષ્ય ન બગડે તે માટે કિસ્સામાં કોર્ટની કાર્યવાહી થઈ
સામાન્ય રીતે શનિવારે ગુજરાત હાઇકોર્ટ મારા હોવાથી કોર્ટની કાર્યવાહી બંધ રહે છે પરંતુ એક ખાસ પ્રકારનો સંયોગ સર્જાયો. PISની પરીક્ષા માટે ઉમેદવારોનું ભવિષ્ય ન બગડે અને પરીક્ષા આપી શકે તે માટે રજાના દિવસે પણ ખાસ એક કિસ્સા માટે કોર્ટની કાર્યવાહી થઈ. આ બાબતે અરજદારના વકીલ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે અરજદારની વિનંતીના આધારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર પરવાનગી બાદ ગીતા ગોપીની બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં 10 હજારના બોન્ડ સાથે 1 દિવસના જામીન મંજુર કરવામાં આવ્યા છે. જેથી જેલમાં બંધ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આપી શકશે. જોકે હાલ અરજદારની કાયમી જમીનની અરજી કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ અરજદાર ભવિષ્યને ધ્યાને રાખી કોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે.

કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા
વર્ષ 2021માં દાહોદના બદભાઈ ચૌહાન નામના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. જે બાદ તેઓ જેલમાં બંધ હતા. અગાઉ તેમને PSI માટેની ફિઝિકલ પરીક્ષા પાસ કરી ચુક્યા છે. જેથી હવે આવતીકાલે પીએસની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજવાની છે. જોકે હાલમાં પરીક્ષા આપવા માટે જામીન પર છૂટકારો જરૂરી હતો. જોકે શનિવારે કોર્ટમાં રજા હતી, પરંતુ આ ખાસ કિસ્સામાં કોર્ટે માનવીય અભિગમ રાખતા સુનાવણી હાથ ધરી 17 જાન્યુઆરી બપોરે 3 કલાક સુધીના જામીન મજૂર કર્યા.

અન્ય સમાચારો પણ છે...