સુનાવણી:ગુજરાત હાઇકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનર સહિત 4 કોન્સ્ટેબલને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • સુરતમાં 7 લોકોને ખોટી રીતે ઢોર માર મારવાનો મુદ્દે હાઇકોર્ટમાં પોલીસ સામે અરજી
  • કોર્ટના 3 વખત સમય આપવા છતાં પોલીસે જવાબ રજૂ નહોતો કરતી

ગુજરાત હાઈકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનર સહિત 4 પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટના આદેશ બાદ પણ પોલીસ કમિશનર અને અન્ય પોલીસકર્મીઓએ પોતાનો જવાબ રજૂ ન કરતા ચીફ જસ્ટિસની ખંડપીઠે આકરું વલણ અપનાવ્યું છે અને પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી અને આ દંડ ફટકાર્યો છે.

પોલીસ સામે 7 લોકોને ખોટી રીતે માર મારવાનો આરોપ
સુરતના સલાબતપુરા વિસ્તારમાં 7 લોકોને પોલીસે ખોટી રીતે ઢોર માર મારવાના મુદ્દે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. જે મામલે અગાઉ હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ ફટકારી હતી. 6 પ્રતિવાદી પૈકી માત્ર 1 જ પ્રતિવાદીએ કોર્ટના આદેશ પ્રમાણે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. બાકીના સુરત પોલીસ કમિશનર સહિત 5 જેટલા પ્રતિવાદીઓએ કોર્ટે ત્રણ વાર સમય આપવા છતાં પોતાનો જવાબ રજૂ કર્યો ન હતો. જેને લઇને કોર્ટે નારાજગી દર્શાવી અને 25 હજારનો દંડ ફટકાર્યો છે.

અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ 7 લોકોને પકડીને માર માર્યો હતો. જેને લઇને અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં પોલીસના વર્તન અને માર મારવા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે મારવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જેથી D.K બાસુ વર્સીસ સ્ટેટ બંગાળના વર્ષ 1997 કેસના આધારે સુપ્રિમ કોર્ટે કોઈ અરોપીની ધરપકડ થયા બાદ ક્યા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે અંગે ગાઈડ જારી કરવામાં આવી હતી. જે પ્રમાણે અરજદારો સાથે વર્તન થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...