અમદાવાદ:બે SMSથી જ ગુજરાત હાઇકોર્ટના કેસ સ્ટેટ્સ, તારીખ અને ચુકાદાની માહિતી મળશે, જાણો પ્રોસેસ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કેસો વધતા ગુજરાત હાઈકોર્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી બંધ કરવામાં આવી હતી. કોરોનાના કેસોને કારણે પક્ષકારો, વકીલો, જાહેર જનતા હાઇકોર્ટની ઇન્કવાયરી કાઉન્ટરની સેવા મેળવી શકતા ન હતા. જેને લઇ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે લોકો કેસની માહિતી ઈમેલથી મેળવે તેવી સેવા શરૂ કરવાના આદેશ આપતા હાઇકોર્ટે ‘EmailMyCaseStatus’ નામની સેવા શરૂ કરી છે જેમાં વકીલો, પક્ષકારો, સરકારી વિભાગો અને જાહેર જનતા ઇ-મેઈલ પર કેસની માહિતી મેળવે તેના માટે એક SMS કરી નોંધાવી શકે છે. નોંધાવેલા ઇ-મેલ પર કેસ સ્ટેટ્સ, કેસની તારીખ, ચુકાદા અને હુકમોની PDF ફાઇલ મોકલી આપશે.

ઈ-મેઈલ પર કેસનું સ્ટેટસ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ
ઈ-મેઈલ પર કેસનું સ્ટેટસ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ

કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને હાલની જ નહીં ભવિષ્યની માહિતી પણ પુરી પાડશે
હાઇકોર્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા વર્ચ્યુઅલ ઇન્કવાયરી કાઉન્ટર કે ઇ-કાઉન્ટરની સુવિધા પૂરી પાડશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને હાલની જ નહીં આગામી માહિતી પણ પુરી પાડશે. આ પ્રકારની સેવા હવે આગામી સમયમાં જિલ્લા અદાલતોમાં પણ શરૂ કરવા માટે ચીફ જસ્ટિસે આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...