માસ્ક નહીં પહેરનારાઓ... કોવિડ સેન્ટરમાં સ્વાગત છે!:ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો - માસ્ક ન પહેરનારા લોકોએ 5થી 15 દિવસ કોરોના સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ પૂરતો નથી

અમદાવાદ2 વર્ષ પહેલા
 • સરકારને જાહેરનામું બહાર પાડી કોવિડ સેન્ટરમાં 5થી 6 કલાક સુધી કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો
 • હાઇકોર્ટે બે દિવસ પહેલાં જ સરકારને માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવવા પર વિચાર કરવા કહ્યું હતું
 • માસ્ક નહીં પહેરનાર પોતાના જ નહીં, સમાજ માટે પણ ભયજનકઃ હાઇકોર્ટ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

કોમ્યુનિટી સર્વિસ શું છે? કોમ્યુનિટી સર્વિસની અમલવારી ક્યારથી થઈ?

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 4થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.

કોમ્યુનિટી સર્વિસની અમલવારી ક્યારથી થઈ?
કન્સેપ્ટ ઓફ કોમ્યુનિટી સર્વિસ ભારતના કેટલાંક રાજ્યો સહિત વ્યાપકપણે વિશ્વભરમાં સ્વીકૃત અને અમલમાં છે. પ્રથમ વખત કોમ્યુનિટી સર્વિસ પ્રોગ્રામની શરૂઆત ફિમેલ ટ્રાફિક ગુનેગારો સામે યુનાઈટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયામાં 1966માં અલમેડા કાઉન્ટીથી થઈ હતી. જે બાદ ધીમે ધીમે તેનો વ્યાપ વધતો ગયો અને કાયદાના નાના ભંગ માટે અસરકારક કાયદો બન્યો.

કોમ્યુનિટી સર્વિસ શું છે?
કોમ્યુનિટી સર્વિસ શું આ એક વાક્ય છે અથવા સજા અથવા બદનક્ષી કે સુધારણા કાર્યક્રમ છે? કોમ્યુનિટી સર્વિસ એટલે સમુદાય સેવા તેના સાચા અર્થમાં સજા નથી પરંતુ તે એક પ્રકારનો બદલો છે. ક્રિસ્ટોફર બ્રાઇટ દ્વારા તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજમાં જેલ ફેલોશીપ ઇન્ટરનેશનલ, સમુદાયનો ખ્યાલ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યો છે. જે મુજબ "બેકરે નીચે મુજબની દરખાસ્ત કરી છે (અથવા વિવિધતા) બદલાવ માટે એક વ્યાખ્યા જણાવી છે, જે મુજબ ક્રિયા ગુનેગાર દ્વારા સારી ખોટ સહન કરવા માટે ભોગ." પ્રશ્ન થાય છે કે શું સમુદાય સાચે જ પીડિત છે, અને જો એમ હોય તો, શું સમુદાય સેવા ખરેખર સારી બનાવે છે.
પીડિત કોણ છે- વ્યક્તિગત અથવા સમુદાય તે પ્રકાર નક્કી કરવામાં આવે છે. પુનરાવર્તિત મંજૂરી વિશિષ્ટ સમુદાય આ રીતે વળતરની સેવા અટકાવવામાં મદદ કરે છે.

શિક્ષાત્મક તરીકે ઉપયોગમાં આવતી કોમ્યુનિટી સર્વિસ
જો તે સરળ રીતે ગુનેગાર પર ઉમેરવામાં આવે તો સજા, જે સજાના સાધન તરીકે વપરાય છે. જો તેના બદલે, સમુદાય સેવાનો ઉપયોગ સુધારણા માટે કરવામાં આવે છે." કોમ્યુનિટી સર્વિસના ચોક્કસ ફાયદા હોય છે. જેમ કે ઉલ્લંઘન કરનારાઓ રાજ્ય સરકાર, વહીવટ, બિન સરકારી સંસ્થાઓ માટે એક સારો રિસોર્સ ગણી શકાય.

હાઈકોર્ટે શું ટકોર કરી છે? કોવિડ-19નો ફેલાવો વધી રહ્યો છે અને તે તેના ટેન્ટકલ્સ ફેલાવવાનું ચાલુ રાખે છે પરિણામે અસરગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધતી જાય છે. હાલમાં કોવિડ કેસોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. વાયરસના ફેલાવામાં આવો વધારો, મોટા પ્રમાણમાં હોઈ શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન, ચહેરો પર માસ્ક કે તેને ઢાંકવામાં ન આવવાની બેદરકારીને કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ પ્રકારની લોકોની બેદરકારી લોકોના આરોગ્ય અને સલામતી માટે હાનિકારક છે. વાયરસ અંગેના અભ્યાસથી એક વાત સામે આવી છે કે એક કોવિડ પોઝિટિ વ્યક્તિ 200 લોકોને સંક્રમિત કરી શકે છે. ત્યારે આવા સમયે અનેક વૈજ્ઞાનિક અભ્યાસમાં તારણ સામે આવ્યું છે કે જો વ્યક્તિ પોતાનો ચહેરો કવર કરે કે માસ્ક પહેરે તો આવા વાયરસ સામે તે રસી જેટલી જ અસરકારકતા દાખવે છે. ત્યારે આવા મહામારીના સમયે લોકોએ મોઢા પર માસ્ક પહેરવાની ટેવ પાડવી પડશે કે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકે.

કોમ્યુનિટી સર્વિસ સજાની તરફેણ
કોરોનાની મહામારી સમયે લોકોના બેદરકાર વર્તણૂંકને ધ્યાનમાં લેતા ખાસ કરીને દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો જાહેરમાં દેખાયા હતા. જેને પગલે કોરોનાના કેસમાં અચાનકથી ઉછાળો આવ્યો હતો, ત્યારે કેટલાંક ઓર્ડર પસાર કરાયા હતા. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે જ છે પરંતુ તેમ છતાં માસ્ક ન પહેરવાની લોકોની માનસિકતા જોવા મળે છે. ત્યારે માત્ર દંડ વસૂલવો જ પૂરતું નથી પરંતુ જે માસ્ક વગર જાહેરમાં પકડાય તો તેની પાસેથી કોમ્યુનિટી સર્વિસ કરાવવામાં આવી શકે છે.

કોવિડ-19 સેન્ટરમાં નોન મેડિકલ સર્વિસ તરીકે 10થી 15 દિવસ સુધી તેની પાસે કોમ્યુનિટી સર્વિસ કરાવી સજા આપવાની તરફેણ કરી છે. સાથે જ આ પગલાં લેવામાં આવ્યા બાદ છેલ્લાં ત્રણ દિવસમાં એડમિનિસ્ટ્રેશન કોવિડ-19નો કેટલો ફેલાવો થયો છે તેને તપાસો અને તેના પર કેટલું નિયંત્રણ આવ્યું છે તેની ખાતરી કરવી જોઈએ. જે લોકો મહામારીના સમયે પોતાનો ચહેરો કવર નથી કરતા કે માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેઓ પોતાના જીવની સાથે લોકોના જીવને પણ જોખમમાં મુકી રહ્યાં છે. આવા લોકો તેના પરિચિતો, સંબંધીઓ, મિત્રો અથવા અજાણ્યાઓને સંક્રમિત કરી રહ્યાં છે.

કોમ્યુનિટી સર્વિસની જોગવાઈ
રાજ્ય સરકારે નિર્દેશ કે ઓર્ડર જાહેર કરીને માસ્ક વગર પકડાયેલા લોકોની સૂચી તૈયાર કરીને તેઓને કોમ્યુનિટી સર્વિસની સજા આપવી જોઈએ. અને આ સેવાની સજા પણ તેમની પ્રકૃતિના આધારે નક્કી કરવી જોઈએ. જે અંતર્ગત...

કોઈપણ વ્યક્તિએ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેર્યો નથી કે પોતાનું મોઢું ઢાંક્યું નથી અથવા કોવિડના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી રહ્યાં છે તેઓને કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસની સજા સ્થાનિક તંત્ર દ્વારા આપવી જોઈએ. કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરનારા દરેક લોકોને કોઈ પણ જાતના ભેદભાવ કે તરફદારી કર્યા વગર કોમ્યુનિટી સર્વિસની સજાની અમલવારી કરાવવી જોઈએ.કોમ્યુનિટી સર્વિસની સજા નોન મેડિકલ હોવી જોઈએ, જેમાં સફાઈ, ઘરની સેવા, રસોઈ, હાઉસકિપીંગ, જમવાનું બનાવવા માટે મદદ, અને સેવા જેમકે રેકોર્ડ તૈયાર કરવા, ડેટા ફીડિંગ સહિતની કામગીરી આપી શકાય છે. અધિકારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારની ઉંમર, લાયકાતો, લિંગ અને તેની આરોગ્યની સ્થિતિના આધારે સજા નિર્ધારીત કરી શકાય છે.

કોમ્યુનિટી સર્વિસની સજા દિવસના 4થી 6 કલાકની હોવી જોઈએ. જ્યારે આ સજાની મુદ્દતા 5થી 15 દિવસ કે અધિકારીઓને યોગ્ય અને જરૂરી લાગે તે પ્રમાણે હોવી જોઈએ. કોમ્યુનિટી સર્વિસની સજા મળે તે અંગેની જાહેરાત વ્યાપકપણે થવી જોઈએ જેમકે સોશિયલ મીડિયા, ઈલેક્ટ્રોનિક, ડિજીટલ અને પ્રિન્ટ મીડિયામાં તે અંગેના સમાચાર કે માહિતી જાહેર થવી જોઈએ. પરિણામે તેની ઈચ્છનિય અને અસરકારક અસર જોવા મળી શકે.

માસ્ક ન પહેરવા મુદ્દે

જે લોકો માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા પકડાય છે તેમને દંડવા માટે રાજ્ય સરકારે ચોક્કસ પોલિસી ઘડવી જોઈએ. તેના ભાગરૂપે પકડાનારી વ્યક્તિને કોમ્યુનિટી સર્વિસ સોંપવી જોઈએ. આ માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

 1. પકડાનારી વ્યક્તિને લોકલ ઓથોરિટી દ્વારા સંચાલિત કોવિડ સેન્ટરમાં ડ્યૂટી સોંપવામાં આવે.
 2. આ માટેની ડ્યૂટી નોન-મેડિકલ હોવી જોઈએ, જેમ કે ક્લિનિંગ, હાઉસકીંપિગ, કૂકિંગ, ફુડ સર્વિંગ.
 3. ડ્યૂટી સોંપતાં પહેલાં જે-તે વ્યક્તિની જેન્ડર, એજ્યુકેશન, ઉંમર, સ્ટેટ્સ અને કયાનિયમનો ઉલ્લંઘન કર્યું છે એ બાબતને ધ્યાને લેવી જોઈએ.
 4. આ ડ્યૂટી રોજના 4-6 કલાકની હોવી જોઈએ અને તે 5-15 દિવસના સમય માટે આપી શકાય.
 5. આ અંગેની સૂચના રાજ્ય સરકાર દ્વારા પ્રિન્ટ મીડિયા સહિતનાં વિવિધ માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવે.
 6. રાજ્ય સરકાર આગામી સુનાવણી, એટલે કે 24 ડિસેમ્બરે ઉપરોકત સૂચનોના અમલનો સ્ટેટ્સ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરે.

હાઈકોર્ટે શું કહ્યું

 • ફેસ કવર માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા લોકોને 10થી 15 દિવસ સુધી કોવિડ કેર સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલો. આ ઉપરાંત તેમની પાસેથી દંડ પણ વસૂલો.
 • 'આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે': ગુજરાત હાઇકોર્ટ
 • રાજ્ય સરકાર આવી પોલિસી લાવવાની બાબતમાં અવઢવમાં હતી અને તેમણે હાઇકોર્ટને કહ્યું કે તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી છે. એને કારણે તેમને પોલિસીના અમલમાં મુશ્કેલી આવી રહી છે.
 • ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનારા, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન ન કરનારા લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન-મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે

આ પણ વાંચો, હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો

માસ્ક વગરનાએ દંડ આપવો પડશે, કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય... માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે એવો પણ કોર્ટનો હુકમ કર્યો છે.

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો
બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.

ચુકાદાની આ 10 બાબતો તમારા માટે જ છે
માસ્ક નહીં તો સેવા પ્રોટોકોલનો ભંગ કર્યો તો કોવિડ સેન્ટરમાં મોકલી દેવાશે

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે જાહેરમાં માસ્ક નહીં પહેરનારને કોવિડ કેર સેન્ટરમાં સેવાની ફરજ પાડવામાં આવે એ માટે જાહેરનામું બહાર પાડવા સરકારને આદેશ આપ્યો છે.

સેવાની સજા મેળવનારે 5 થી 15 દિવસ સુધી રોજ 4-6 કલાક સોંપાયેલું કામ કરવું પડશે
માસ્ક નહીં પહેરવા બદલ જે પણ લોકોને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસની સજા મળશેે તેમણે પાંચથી 15 દિવસ માટે રોજ ચારથી છ કલાક સુધી સેવા આપીને સોંપાયેલી ફરજ બજાવવાની રહેશે. આ અંગે સત્તાધીશો અંતિમ નિર્ણય લઈને આદેશ આપશે.

સફાઈ, રસોઈનું કામ સોંપાશે, નૉન-મેડિકલ કામગીરી માટે તૈયાર રહેવું પડશે
સજા મેળવનાર વ્યક્તિએ કોવિડ કેર સેન્ટરમાં નૉન-મેડિકલ કામગીરી કરવી પડશે. જેમાં સફાઈ, હાઉસકીપિંગ, રસોઈમાં મદદ, પીરસવામાં મદદ, રેકોર્ડ તૈયાર કરવા, ડેટા તૈયાર કરવા વગેરેનો સમાવેશ કરી શકાશે.

ઉંમર, લાયકાત જેવી બાબતોને ધ્યાનમાં લઈને સજાનો નિર્ણય
હાઇકોર્ટના આદેશ મુજબ માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરીને બેદરકારી દાખવનારાઓની ઉંમર, લાયકાત, જેન્ડર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સત્તાવાળાઓ તેમની કોવિડ સેન્ટરમાં ફરજનો પ્રકાર નક્કી કરશે.

ભેદભાવ વિના સજા લાગવગ વિના દરેક જણને નિયમ લાગુ
આદેશમાં જણાવાયું છે કે સામાજિક સેવા કરવાના આ હુકમનો ભંગ કરનાર દરેક વ્યક્તિએ કોઈપણ પ્રકારના ભેદભાવ, લાગવગ કે તરફદારી વિના આ નિયમ પાળવાના રહેશે. આ બાબતનું પાલન થાય એ સરકારે જોવાનું રહેશે.

માસ્ક નહીં પહેરનાર પોતાના જ નહીં પણ સમાજ માટે જોખમી
હાઇકોર્ટે આદેશમાં ટિપ્પણી કરી છે કે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ માત્ર પોતાને જ નહીં પણ આસપાસની તમામ વ્યક્તિ માટે જોખમકારક બને છે. તેમાં પરિચિતો, સગા, મિત્રો કોઈ પણ હોઈ શકે છે.

લોકોને ખબર પડે એ માટે સરકાર કિસ્સા પ્રસિદ્ધ કરાવે
કોવિડ કેર સેન્ટરમાં સમાજસેવાની ફરજોના કિસ્સાને પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા સહિતના તમામ સમૂહ માધ્યમોમાં વ્યાપક પ્રસિદ્ધિ આપવાની રહેશે. જેથી લોકો પર ચેતવણીરૂપ અસર પડી શકે.

હાઇકોર્ટની બેન્ચે પણ કહ્યું, હાલ માસ્ક એ જ વેક્સિન છે, ભૂલ્યા વિના પહેરવું
વિવિધ વૈજ્ઞાનિક સંશોધનોમાં કહેવાયું છે કે હાલ માસ્ક એ જ વેક્સિન છે. બેન્ચે અખબારી અહેવાલને ટાંકતા કહ્યું હતું કે માસ્ક નહીં પહેરનાર 100 લોકો દંડાયા હતા. તથા માસ્ક નહીં પહેરેલા 47 પોઝિટિવ હતા. આ બાબત ચેતવણીનો ઘંટ છે.

સરકાર બેદરકાર રહી એટલે નિર્દેશો આપવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો
હાઇકોર્ટે કહ્યું હતું કે, સમસ્યા વધુ ઘેરી હોવા છતાં રાજ્ય સરકારે આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. રાજ્ય સરકારના આ વલણના કારણે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા નક્કર નિર્દેશો આપવા સિવાય અમારી અન્ય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

કોમ્યુનિટી સર્વિસની સજાથી માસ્ક નહીં પહેરનાર લોકોને ગંભીરતાનું ભાન થશે
હાઇકોર્ટે કહ્યું હતું કે, કોમ્યુનિટી સર્વિસની સજાથી માસ્ક પહેરવામાં બેદરકારી દાખવનારને પોતાની ભૂલની ગંભીરતાનો ખ્યાલ આવે છે. સજાના કારણે તેમને પોતાની ભૂલ સુધારવાની તથા વધુ જવાબદાર બનવાની તક મળે છે.

અન્ય સમાચારો પણ છે...