વિજેતા:ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનની ચૂંટણીમાં બિન વિવાદીત સિનિયર કાઉન્સિલ અસીમ પંડ્યા પ્રમુખ પદે

અમદાવાદએક મહિનો પહેલા
એસોસિયેશનની ચૂંટણીમા વિજેતા ઉમેદવારો
  • 1750માંથી 1350 વકીલોએ મતદાન કર્યું હતું બાદમાં મતગણતરી યોજાઈ
  • રાજ્યની પાલિકાના શાસક પક્ષના હોદ્દેદારોના કેસ માટે જાણીતા ચિત્રજીત ઉપાધ્યાયને 393 મત મળ્યાં
  • ઉપ-પ્રમુખ અને સેક્રેટરી પદ માટે ગત ટર્મના હોદ્દેદાર રીપિટ થયા
  • પ્રમુખ, ઉપ પ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચીની મહત્વની બેઠકો ઉપરાંત 10 કમિટી સભ્યો સહિત કુલ 15 પદ માટે ચૂંટણી હતી
  • પ્રમુખ પદના ચૂંટણી જંગ માટે આ વર્ષે 3 મજબૂત બ્રહ્મ ઉમેદવારમાં હતો

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થયું છે, જેમાં મહત્વની અને પ્રતિષ્ઠિત એવા પ્રમુખ પદ માટે સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ બાજી મારી છે. અસીમ પંડ્યાએ 532 સાથે જીત મેળવી છે. જયારે બીજા નંબરે ચિત્રજીત ઉપાધ્યાય 393 અને બ્રિજેશ ત્રિવેદીએ 368 મત મેળવ્યા છે. રસપ્રદ બાબત એ છે કે આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે બે ટર્મ પહેલા હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ રહી ચુકેલા પંડ્યાએ ફરી એકવાર પ્રમુખ બન્યા છે.

અસીમ પંડ્યાની સિવિલ મેટરમાં પકડ, જાહેરહિતની અરજી લડવા માટે જાણીતા
રસપ્રદ વાત એ હતી કે, આ વખતે ચૂંટણીમાં પ્રમુખપદના માટે ત્રણ બ્રાહ્મણ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા. અસીમ પંડ્યા કે જેવો મોટાભાગે સિવિલને લગતી બાબતો પર તેમની પકડ છે, સાથે જ કેટલીક હિતની અરજીને લગતી બાબતો કેસ લડવા માટે જાણીતા છે. જેઓ અનુભવી અને સરળ સ્વભાવના ગણાતા તથા હાઈકોર્ટ કેમ્પસમાં સ્વચ્છ છબી હોવાથી અને બિન વિવાદીત હોવાથી સિનિયર કાઉન્સિલ અસીમ પંડ્યા પર વકીલોએ વિશ્વાસ મૂક્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યની ભાજપ શાસિત નગરપાલિકા અને મહાનગરપાલિકાના શાસક પક્ષના હોદ્દેદારો માટે કેસ લડવા માટે જાણીતા ચિત્રજીત ઉપાધ્યાયે 393 મત મેળવ્યા છે. ઉપરાંત સિવિલ બાબતોને લગતા કેસમાં જાણીતા સિનિયર એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ 378 મત મેળવ્યા છે.

ચૂંટણીમાં મતદાન દરમિયાન પ્રમુખ પદના 3 ઉમેદવાર, પહેલા ચિત્રજીત ઉપાધ્યાય, બ્રિજેશ ત્રિવેદી અને છેલ્લે અસીમ પંડ્યા
ચૂંટણીમાં મતદાન દરમિયાન પ્રમુખ પદના 3 ઉમેદવાર, પહેલા ચિત્રજીત ઉપાધ્યાય, બ્રિજેશ ત્રિવેદી અને છેલ્લે અસીમ પંડ્યા

ગત ટર્મમાં રહેલા ઉપ-પ્રમુખ અને સેક્રેટરી ફરી ચૂંટાયા
ઉપ પ્રમુખના પદ માટે ગત ટર્મમમાં પણ ઉપ-પ્રમુખ તરીકે રહેલા પૃથ્વીસિંહ જાડેજાએ સૌથી વધુ 742 મત મેળવીને મેદાન માર્યું છે. જ્યારે હાર્દિક બ્રહ્મભટ્ટે સેક્રેટરી પદ માટે ફરી એકવાર ચૂંટાઈ આવ્યા છે, જેમને 612 મત મેળવ્યા છે. જોઇન્ટ સેક્રેટરી માટે સાવન પંડ્યાએ 555 સાથે જીત મેળવી છે. ઉપરાંત ખજાનચી તરીકે દર્શન દવેએ 464 મત સાથે જીત મેળવી છે. અગાઉની ટર્મમાં સાવન પંડ્યા દર્શન દવે કમીટીના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

મતદાન દરમિયાન ઉમેદવારો વચ્ચે ગરમા-ગરમી ભર્યો માહોલ દેખાયો
દિવસ દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો વચ્ચે ગરમા-ગરમીભર્યો માહોલ જોવા મળ્યો. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટીના સભ્યો મતદાન મથકની બહાર મતદારોને મનાવવા માટે પ્રચારમાં ઊભેલા જોવા મળ્યા. સવારે મતદાનની શરૂઆત થઈ તે દરમિયાન પૂર્વ પ્રમુખ યતીન ઓઝા અને હાલના પ્રમુખ પદના ઉમેદવાર સહિત અન્ય ઉમેદવારો બોલચાના દ્રશ્યો મળ્યા હતા. મતદાન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો.

1350 વકીલોએ મતદાન કર્યું
1350 વકીલોએ મતદાન કર્યું

ચૂંટણીમાં 51 ઉમેદવારો મેદાનમાં હતા
પ્રમુખ, ઉપ પ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચીની મહત્વની બેઠકો ઉપરાંત 10 કમિટી સભ્યો સહિત કુલ 15 પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જે માટે કુલ 51 ઉમેદવાર મેદાનમાં હતા. આ પહેલા ચૂંટણી એક દિવસ અગાઉ કોર્ટ પરિસરની વચ્ચેના ભાગમાં વકીલ ઉમેદવારો 'ચાય પે પ્રચાર' કરતા જોવા મળ્યા હતા.

પ્રમુખ બનવા 3 ઉમેદવારો વચ્ચે જંગ
સૌથી મોટી વાત એ છે કે આ વખતે પહેલીવાર કમિટીની બેઠક માટે સૌથી વધારે 32 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 3 તથા સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર, જોઇન્ટ સેક્રેટરીના પદ માટે 4 ઉમેદવાર તથા ખજાનચીના પદ માટે 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે અસીમ પંડ્યા, બ્રીજેશ ત્રિવેદી અને ચિત્રજીત ઉપાધ્યાય મેદાનમાં હતા. જ્યારે ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીસિંહ જાડેજા, દિપક જોશી, બ્રિજેશ રાજકિશોર, સેક્રેટરી પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, પુનિત જુનેજા, ગૌરાંગ પટેલ ચૂંટણી લડ્યા હતા. જ્યારે જોઈન્ટ સેક્રેટરી પદ માટે જમશેદ દસ્તુર, સાવન પંડ્યા, હાર્દિક રાવલ, અલ્કા વાણીયા દાવેદારી નોંધાવી હતી. આ સિવાય ખજાનચીના પદ માટે ભાટિયા વિલવ, દર્શન દવે, આકાશ પંડયા, કિશોર પ્રજાપતિ, પ્રીતેશ શાહ અને ફાલ્ગુની ત્રિવેદી પોતાનું નસીબ અજમાવ્યું હતું.