તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે દેશની અંદર અત્યારે પેટ્રોલ અને ડીઝલ પર જે ટેક્સ છે તે સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય શહેરો અને રાજ્યોમાં જે કિમત છે તેના કરતાં ઓછી કિંમત અહિયાં છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં ક્રૂડ ઓઇલ ખૂબ ઓછું મળે છે. ગઇકાલે જ પીએમ મોદીએ જે માહિતી જાહેર કરી તે પ્રમાણે 85 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. પહેલા 51-52 પર બેરલની કિંમત હતી તે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો તેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
કોરોના મહામારીમાં પણ દેશમાં બધી જ સરકારોની આવક ઘટી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને બજેટમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ મળી રહે તે માટે સેસ નાખ્યો છે અને સેસના કારણે પેટ્રોલ-ડીઝલ પર અસર પડે છે. તેમણે કહ્યું કે પ્રજા પર કોઈ બોજો આવ્યો નથી અને આંતરરાષ્ટ્રીય ભાવ જે વધ્યા છે તેના કારણે આ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે ઓઇલમાં ભાવ ઘટાડો આવે. આપણે ફક્ત પરદેશી ઓઇલ પર આધાર રાખીએ એ ચાલે નહીં. તેથી સોલર એનર્જીને લઈને ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ સોલાર માટે ખૂબ મોટું કામ ચાલુ કર્યું છે. નીતિન પટેલે આ મુદ્દા પર વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળી દેતા કહ્યું કે જો પૂર્વની કોંગ્રેસ સરકારે આ બધુ કામ કર્યું હોત તો આજે તેલ આયાત ન કરવું પડ્યું હોત. ક્રૂડ ઓઇલનો ઉપયોગ ઘટે અને આપણી વિદેશી હૂંડીયામણ બચે તે માટે વડાપ્રધાન મોદીનું જે નિવેદન હતું તે આપણે ધ્યાનમાં લેવું જોઈએ.
પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ વધી રહ્યા છે
ઓક્ટોબરથી માંડી અત્યારસુધીમાં કાચા તેલનો ભાવ 50 ટકા વધીને 63.3 ડોલરને પાર જતો રહ્યો છે. આ વર્ષે પણ અત્યારસુધીમાં કાચું તેલ 21 ટકા સુધી મોંઘું થઈ ગયું છે. મોંઘવારીનું એક કારણ એ છે કે દુનિયાભરમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે અને એનાથી ઓઈલનો ભાવ વધી ગયો છે. જોકે સરકારનો આ તર્ક યોગ્ય નથી. ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલના ભાવ આજથી ઓછા ન હતા, તેમ છતાં લોકોને પેટ્રોલ-ડીઝલ મોંઘાં મળી રહ્યાં હતાં.
રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકારો કમાણી કરી રહી છે
પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી એક વર્ષ પહેલાં 19.98 રૂપિયા હતી, આ હવે વધીને 32.90 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.83થી વધીને 31.80 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કમાણી કરી રહી છે તો રાજ્ય સરકારોએ પણ તેમના ટેક્સ વધારી દીધા છે. તેમણે વેટ વધાર્યો છે. આ રીતે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર મળીને ઓઈલના ભાવ વધારી રહી છે.
આ મહિનામાં 12 વખત ભાવ વધ્યા
ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે. આ પહેલાં જાન્યુઆરીમાં ભાવ 10 વખત વધ્યા હતા. વર્ષ 2021માં અત્યારસુધીમાં તેલના ભાવ 22 દિવસ વધારવામાં આવ્યા છે. વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લિટર હતો, એટલે કે વર્ષ દરમિયાન પેટ્રોલ 17.99 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ચૂક્યું છે. ડીઝલ પણ વર્ષ દરમિયાન 15.62 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે.
દરરોજ સવારે 6 વાગ્યે ભાવ બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અમુક વસ્તુઓને જોડ્યા પછી એના ભાવ લગભગ બમણો થઈ જાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.