• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Has The Highest Per Capita Consumption Of Electricity In The Country, With 54% Of Electricity Consumed In The Industrial And Commercial Sector.

ભાસ્કર એનાલિસિસ:દેશમાં વીજળીનો માથાદીઠ વપરાશ સૌથી વધુ ગુજરાતમાં, 54% વીજળી ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ક્ષેત્રમાં વપરાય છે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્ય સરકારોના માથે વીજ ઉત્પાદક કંપનીઓના 295 કરોડ બાકી લેણા

રાજ્યમાં વીજળીનો માથાદીઠ વપરાશ સૌથી વધારે ગુજરાતમાં છે. રાજ્યમાં માથાદીઠ વપરાશ 2225 કિલોવૉટ પ્રતિ કલાકની સામે મહારાષ્ટ્રમાં માથાદીઠ વપરાશ 1418 kwh છે. તમિલનાડુમાં 1844 kwh છે. દિલ્હીમાં 1572 kwh છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટીના ડેશબોર્ડમાં આ માહિતી છે.

સામાજિક -આર્થિક સમીક્ષા અનુસાર, રાજ્યમાં કુલ વીજઉત્પાદનમાં રાજ્ય વીજ કોર્પોરેશન-જીઇબી મળી 20545 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન કરે છે જે કુલ ઉત્પાદનના 17 ટકા થાય છે. રાજ્યની માલિકીના સ્વતંત્ર વીજ ઉત્પાદકો 5976 મિલિયન યુનિટ્સ (4.9 ટકા) જ્યારે ખાનગી વીજ ઉત્પાદકો દ્વારા 62018 મિલિયન યુનિટ્સ (51 ટકા) ઉત્પાદન થાય છે. કેન્દ્રીય હિસ્સો 31590 મિલિયન યુનિટ્સ (26 ટકા) છે. કુલ વીજક્ષમતા 120129 મિલિયન યુનિટ્સ છે.

રાજ્યમાં વીજળી વેચાણની આવક વીજળી ખરીદી ખર્ચ કરતાં ઓછી છે. તફાવત મોટો ન હોવા છતાં છેલ્લા 4 વર્ષના આંકડાઓ પ્રમાણે, વીજળી ખરીદીનો આંકડાઓ વીજળી વેચાણના આંકડાઓ કરતાં વધારે છે. ટ્રાન્સમિશન અને વિતરણ વખતે અંદાજે 10 ટકા જેટલી વીજળીનું નુકશાન થતું હોવાનો અંદાજ છે. પાવર મિનિસ્ટ્રીના પ્રાપ્તિ ડેશબોર્ડ પ્રમાણે, ગુજરાતમાંથી વીજળી જનરેટ કરતી કંપનીઓને આપવાનું થતા બાકી લેણંાની રકમ રૂ. 1439 કરોડ છે જેમાંથી રૂ. 295 કરોડ ઓવરડ્યુ છે.

વીજ ઉત્પાદન સાથે માથાદીઠ વપરાશમાં પણ વધારો

વર્ષકુલ વીજઉત્પાદન (મિલિયન)કુલ વીજવપરાશ (મિલિયન)

માથાદીઠ વીજવપરાશ (પ્રતિ કલાક)

2001-0250069 યુનિટ34325 યુનિટ963 કિલોવૉટ
2012-1387723 યુનિટ67970 યુનિટ1806 કિલોવૉટ
2017-18110543 યુનિટ85445 યુનિટ2007 કિલોવૉટ
2019-20120129 યુનિટ91666 યુનિટ2225 કિલોવૉટ
2020-21116610 યુનિટ89287 યુનિટ2143 કિલોવૉટ

વીજળી ક્યાં અને કેટલી વપરાય છે?
ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ક્ષેત્ર - 54.10 ટકા
કૃષિ ક્ષેત્ર - 22.62 ટકા
ઘરગથ્થું વપરાશ - 18.95 ટકા
જાહેર લાઇટો, વોટર વર્ક્સ - 2.61 ટકા
અન્ય કામોમાં - 1.72 ટકા

  • રાજ્યના માથે વીજ ઉત્પાદક કંપનીઓના 295 કરોડ ઓવરડ્યુ, રાજ્યના વીજઉત્પાદનમાં 51 ટકા ફાળો ખાનગી વીજ ઉત્પાદકોનો.
અન્ય સમાચારો પણ છે...