વેક્સિનેશન પર CM:ગુજરાતે 2.50 કરોડ રસીનો ઓર્ડર તો આપી દીધો, પણ 1લી મેના બદલે 15 દિવસ થશે વેક્સિન આવતા આવતા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજય રૂપાણીએ સોશિયલ મીડિયામાં સંબોધન કર્યુ - Divya Bhaskar
વિજય રૂપાણીએ સોશિયલ મીડિયામાં સંબોધન કર્યુ
  • 45 થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ
  • 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના યુવાઓ સહિત સૌ કોઈને આગામી 1લી મે પછી તબક્કા વાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા પ્રજાજોગ અપીલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતે અઢી કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દીધો છે. જો કે વેક્સિનેશનનો પ્રારંભ 1લી મેના બદલે 15 દિવસ લાગી જશે તેમ પણ ઉમેર્યું હતું.

ગુજરાતમાં ગુજરાત વેક્સિનેશનમાં અગ્રેસર
વિજય રૂપાણી કહ્યું કે, જે રીતે ગુજરાત રસીકરણના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે, તેજ રીતે આ રસીકરણ અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ સ્ટેટ્સમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્યકર્મચારીઓ,ફ્રંટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

હાલમાં 18 વર્ષથી વધુના લોકોનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં હવે 18થી વધુની વયના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે, તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18 થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન શરુ કરાવ્યું છે

સિરમ અને ભારત બાયોટેકને ઓર્ડર આપ્યા
રાજ્ય સરકારે અગાઉ આ રસીકરણ માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેકસિનના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.

વેક્સિનેશન માટે 15 દિવસ લાગી જશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં રસીકરણનો આ કાર્યક્રમ પ્લાનિંગ ઈન ડીટેઇલ પ્લાનિંગ ઈન એડવાન્સ એમ સુઆયોજિત ઢબે કેન્દ્ર સરકારના દિશા નિર્દેશનમાં આગળ વધારવામાં આવશે.તેમણે રાજ્યના 18થી વધુની વયના સૌ યુવા સાથીઓને અપીલ કરી કે તેઓ ઝડપથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે અને આગામી 15 દિવસોમાં જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય અને પોતાનો વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લઇ કોરોના સામે સુરક્ષિત બને.

અન્ય સમાચારો પણ છે...