તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Has Higher Rate Of Malnutrition Among 6 Year Old Children Than Rajasthan, 6593 Malnourished Children Were Born In The State In August

સમસ્યા:રાજસ્થાન કરતાં ગુજરાતમાં 6 વર્ષની ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઉંચું, ઓગસ્ટમાં 6593 કુપોષિત બાળકો જન્મ્યાં

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુપોષિત બાળકો માટે સરકાર અભિયાન ચલાવી રહી છે - Divya Bhaskar
કુપોષિત બાળકો માટે સરકાર અભિયાન ચલાવી રહી છે
  • ગુજરાતમાં સરહદી અને વનવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યાઓ વધી રહી છે.
  • દર વર્ષે બજેટમાં કુપોષણ દૂર કરવા કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે.

ગુજરાતમાં કુપોષણ સામેની લડાઈમાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ તરીકે ઉજવણી કરાય છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ કુપોષણની સમસ્યા આજેય ઠેરની ઠેર રહી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં જ 6846 કુપોષિત બાળકોએ જન્મ લીધો છે. ખાસ કરીને સરહદી અને વનવાસી વિસ્તારોમાં કુપોષણનુ દૂષણ હજુય વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં અત્યારે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.

રાજસ્થાન કરતાં ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ઉંચું
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જૂન મહિનામાં આપેલી માહિતી પ્રમાણે દેશમાં છ મહિનાથી છ વર્ષ સુધીના 9.27 લાખ બાળકો કુપોષણથી પીડાતા હતાં. જેમાં ઉત્તર પ્રદેશમાં 3,98,359, બિહારમાં 2,79,427 અને મહારાષ્ટ્રમાં 70,665 બાળકો હતાં. જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 45,749 હતી. તે ઉપરાંત રાજસ્થાનમાં પણ 5,732 બાળકો કુપોષિત હોવાનું નોંધાયું હતું.

પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે
પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે

કોરોનાકાળમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી
આજે આખું વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીમાં ઓછું વજન, લોહતત્વની ઉણપ ધરાવતા બાળકોને કુપોષણની અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી સમગ્ર દેશમાં પોષણ માસની ઉજવણીથી સગર્ભા બહેનો, ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં શૂન્યથી 6 વર્ષ સુધીના 2.42 લાખથી વધુ બાળકો કુપોષિત હોવાનું અગાઉ સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું. હવે કોરોનાકાળમાં આ સંખ્યામાં વધારો થયો છે.

નવજાત બાળકોમાં વજન અને લોહતત્વની ઉણપ
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ નવજાત બાળકોમાં વજન અને લોહતત્વની ઉણપ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ઘરમાં જ પ્રસુતિ, જન્મ બાદ આરોગ્ય તપાસ ના થઈ હોય તેવા બાળકોની સંખ્યા અનેકગણી હોઈ શકે છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકોનો જન્મ થયો છે. છેલ્લા 6 માસમાં રાજ્યમાં લોહીની ઉણપ ધરાવતાં 802 બાળકોનો જન્મ થયો છે જેમાં સૌથી વધુ 411 બાળકો બનાસકાંઠામાં જનમ્યા છે.

સરહદી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા વધી રહી છે ( પ્રતિકાત્મક તસવીર)
સરહદી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા વધી રહી છે ( પ્રતિકાત્મક તસવીર)

દર વર્ષે કુપોષણ દૂર કરવા કરોડોનો ધુમાડો થાય છે
આ ઉપરાંત જામનગર, નવસારી અને તાપીમાં લોહીની ઉણપ ધરાવતાં બાળકોની સંખ્યા સૌથી ઓછી છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ, દાંતા સહિતના વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. કુપોષણ દૂર કરવા રાજ્ય આરોગ્ય વિભાગની અનેક યોજનાઓમાં દર વર્ષે બજેટમાં કુપોષણ દૂર કરવા કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે.આમ છતાંય કુપોષણની સમસ્યા હજુ ઠેરની ઠેર રહી છે. કચ્છમાં 51, ખેડામાં 45, રાજકોટમાં 43, આણંદમાં 38, મહિસાગરમાં 39, પંચમહાલમાં 24, અમદાવાદમાં 24, સાબરકાંઠામાં 21, અમરેલીમાં 21, દાહોદમાં 19, અરવલ્લીમાં 19 બાળકો લોહીની ઉણપ સાથે જન્મ્યાં છે.
રાજ્યના આ જિલ્લાઓમાં કુપોષિત બાળકો જન્મ્યાં

બનાસકાંઠા411
આણંદ379
અમદાવાદ369
મહેસાણા256
ખેડા289
કચ્છ265
રાજકોટ261
સુરત220
સાબરકાંઠા209
પાટણ203
નવસારી200