તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી મામલે સુનાવણી:કોલેજ ફી ઘટાડા મુદ્દે હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, ફી સમિતિએ સૂચવેલા ઘટાડાનો તાત્કાલિક અમલનો વિચાર નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે
  • સુપ્રીમ કોર્ટ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સરકાર આગળ નિર્ણય કરશે

સ્કૂલ બાદ કોલેજ ફી ઘટાડા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે ફી સમિતિએ સૂચવેલા ઘટાડાનો તાત્કાલિક અમલ કરવાનો કોઈ વિચાર નથી. રાજસ્થાનમાં પણ ફી મુદ્દે ઉઠેલા મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને ચુકાદો અનામત છે ત્યારે હાલ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે. સુપ્રીમ કોર્ટ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સરકાર આગળ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, ફી સમિતિએ 10 ટકાનો ફી ઘટાડો સૂચવ્યો છે.

હાલ વચગાળાનો હુકમ કરવો જરૂરીઃ હાઈકોર્ટ
સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે, ફી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ બધાને બંધનકર્તા હશે. પરંતુ હાલ વચગાળાનો હુકમ કરવો જરૂરી છે. આ પહેલા કોરોનાની મહામારીમાં નોકરી-ધંધા ઠપ્પ થઈ ગયા છે ત્યારે સ્કૂલ-કોલેજો બંધ રહી હતી અને તેમ છતાં ફી ચુકવવા અંગે કોલેજોમાં ફી ઘટાડાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. ત્યાર બાદ કોર્ટે ફી ઘટાડા અંગે સરકારને 26 માર્ચ સુધીમાં સ્ટેન્ડ ક્લિયર કરવા કોર્ટે નિર્દેશ કર્યો હતો.

આ પહેલાની સુનાવણીમાં શું થયું
આ પહેલાની સુનાવણીમાં કોરોનાના કારણે કોલેજો બંધ રહી હોવાથી તેના ફી નિર્ધારણ મુદ્દે રચાયેલી નિવૃત્ત જસ્ટિસ અક્ષય મહેતાની સમિતિએ ફીમાં 10 ટકા ઘટાડો સૂચવ્યો હોવાની મૌખિક રજૂઆત રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ કરી હતી. સરકારની રજૂઆત છે કે સમિતિ તેનો સમગ્ર અહેવાલ સરકાર સમક્ષ રાખે ત્યારબાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. અરજદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોરોનાના કારણે સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણ જ આપ્યું છે તેથી સ્કૂલમાં ફીમાં ઘટાડા અંગે સરકારે ઘણી કામગીરી કરી છે અને નિર્ણયો લીધા છે અને ફીમાં 25 ટકાના ઘટાડાને સમર્થન આપ્યું છે. આવી જ રીતે સરકારે કોલેજ ફી અંગે પણ વિચારણા કરવી જોઇએ. સરકાર આવી રીતે ભેદભાવ કરી શકે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો