તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું, હાલ 6,911 વેન્ટીલેટર ઉપલબ્ધ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોર માઇકોસિસ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યું છે. આ સોગંદનામામાં રાજ્યમાં કોરોનાના કેસ ધટ્યા હોવાથી નિયંત્રણોમાં છૂટછાટ આપી હોવાની રજૂઆત કરી છે. આ સોગંદનામા મુજબ ​​​​​​​વેપારીઓ માટે 10 જુલાઇ સુધીમાં વેક્સિનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત બનાવ્યો છે.

રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇન સાથે 200 લોકોની છૂટછાટ આપવામાં આવી છે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો અને અંતિમવિધિમાં 40 લોકોને છૂટ આપી છે.

6,911 વેન્ટિલેટર ઉપલબ્ધ
રાજ્યમાં હાલ 6,911 વેન્ટિલેટર, 1,45, 285 રેમડેસિવિરના ઇન્જેકશન ઉપલબ્ધ છે. તેમજ મ્યુકોર માઇકોસિસની સારવાર માટે રાજ્ય પાસે હાલ 25745 ઇન્જેકશન ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 4 કરોડ 23 લાખ 49 હજાર 700 ત્રિપલ લેયર અને 31 લાખ N95 માસ્ક ખરીદ્યા છે. 4 લાખ 98 હજાર 500 PPE કિટ પણ ખરીદી છે.

ગુજરાતમાં 18+નું 52% રસીકરણ થયું
રાજ્યમાં કુલ રસીકરણ 2.56 કરોડ થયું છે. 2 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે 56 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે. રાજ્યમાં રસીકરણ 18 વર્ષ ઉપરની વયજૂથમાં 52 ટકાને પાર થઈ ગયું છે. 18 વર્ષથી ઉપર વયજૂથમાં અંદાજે 41%ને પહેલો ડોઝ અને 11%ને બન્ને ડોઝ અપાયા છે.

રાજ્યની અંદાજિત કુલ વસતિ 6.79 કરોડ અનુસાર, 29%ને પહેલો ડોઝ, જ્યારે 8.20%ને બન્ને ડોઝ અપાયા છે. 18થી 44 વયજૂથમાં કુલ રસીકરણ 99.52 લાખ, 45થી 60માં 86.26 લાખ, જ્યારે 60 વર્ષની ઉપરમાં 70.61 લાખનું રસીકરણ થયું છે. 2.56 કરોડ રસીકરણમાંથી 1.39 કરોડ પુરુષો, જ્યારે 1.16 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે. પુરુષો કરતાં રસી લેનારી મહિલાઓની સંખ્યા 23 લાખ ઓછી છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો, જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે.