તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર કમિટીમાં નિર્ણય:રાજ્યના સિનેમાઘરો- મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશિયમને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફ

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોટલ-રેસ્ટોરન્ટ અને વોટરપાર્ક તથા રિસોર્ટના માલિકોને રાહત આપ્યા બાદ આજે સિનેમાઘર માલિકોને રાહત આપતો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં સિનેમાઘરો- મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશિયમને રાહત આપી છે. મુખ્યમંત્રીએ એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી છે.

ખરેખર થયેલા વીજ વપરાશનો ચાર્જ લેવાશે
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમાઘરો- મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશિયમને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશિયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

રાજ્યમાં 175 મલ્ટિપ્લેક્સ અને 80 સિંગલ સ્ક્રીન થિયેટરો
રાજ્યના 175 જેટલાં મલ્ટિપ્લેક્સ અને 80 સિંગલ સ્ક્રીન થિયેટરોને ઓક્ટોબર 2020માં 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ જાન્યુઆરીમાં 100 ટકા ક્ષમતા સાથે ખોલવાની છૂટ આપી હતી. જો કે બીજી લહેર આવતા માર્ચથી સિનેમાઘરો બંધ હાલતમાં છે.

હોટલ, રિસોર્ટ્સ,અને વોટર પાર્ક્સને​​​​​​​ પણ પ્રોપર્ટી ટેક્સ માફ કર્યો છે
મુખ્યમંત્રીએ આ પહેલા 7 જૂનના રોજ હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. આ એકમોને વીજબિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખરેખર જેટલો વીજ વપરાશ થયો હશે તેના પર જ બિલ આકારીને ચાર્જ વસૂલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રિસોર્ટ અને વોટર પાર્ક લાંબા સમયથી બંધ છે જેના કારણે તેના સંચાલકોને વ્યાપક આર્થિક નુકસાન ભોગવવું પડે છે. હોટલ- રેસ્ટોરાં પણ માત્ર ટેકઅવે સુવિધા પુરતા ચાલું છે.