તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં રોટરી ક્લબ અને સાઇકલ કલબ દ્વારા સાઇક્લોફનનું વર્ચ્યુઅલી આયોજન કરાયું છે. સાઇકલના એક પેડલથી જરૂરિયાતમંદ દર્દીઓને દવા પહોંચાડવાનું આ માધ્યમ બનશે, સાથે જ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે. જ્યારે અમદાવાદમાં નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે.
સેન્સેક્સ | - | - |
ડોલર | રૂ. 73.02 | +0.19 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | રૂ. 46,500 | +200 |
આ 4 ઘટના પર નજર રહેશે
1) રાજકોટમાં સાયકલોફન, સાઇકલનું પેડલ દર્દીઓને દવા પહોંચાડવામાં મદદરૂપ બનશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
2) અમદાવાદ શહેર પોલીસની નિકોલ ખાતે સાંજે મહિલા જાગૃતિ રેલી અને જાહેર સભા
3) અમદાવાદ પ્લાન્ટ એક્સચેન્જ ગ્રુપ દ્વારા ઔડા ગાર્ડન વસ્ત્રાપુર લેક ખાતે રોપાઓનાં આદાન-પ્રદાન
4) અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્ય સરકારે સ્વીકાર્યું ગુજરાતમાં 4.12 લાખ લોકો બેરોજગાર, 2 વર્ષમાં માત્ર 1777 યુવાઓને સરકારી નોકરી મળી
હાલમાં વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં 4,12,985 લોકો બેરોજગાર છે. જેમાંથી 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર છે. આમ કુલ મળીને 4,12,985 બેરોજગારો નોંધાયેલા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 1777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર
2) સુરતના વૈજ્ઞાનિકની સિદ્ધિ, ચંદ્રના સાઉથ પોલ પર જતા અવકાશયાત્રીઓના ઓરિયન સ્પેસશિપની ડિઝાઈન તૈયાર કરી
નાસા દ્વારા ચંદ્રના સાઉથ પોલ પર સૌ પ્રથમ જનારા અવકાશયાત્રીઓને મોકલવાના મિશનમાં સુરતી વૈજ્ઞાનિક પાયાની ભૂમિકા ભજવી રહ્યાં છે. ડો.મિતુલ ત્રિવેદીએ ઓરિયન નામના સ્પેસશિપની ડિઝાઈન તૈયાર કરી છે. અવકાશયાત્રીઓના બેસવાની સ્પેશથી લઈને ક્રાફ્ટ ટેક્નોલોજી અને રૂટ નિર્ધાર સહિતની મહત્વની બાબતોમાં કામ કરી રહ્યાં છે. તેમણે ભારતના પ્રાચીન વિમાન રૂકમમાંથી આધાર લઈને ડિઝાઈન તૈયારી કરી છે.
વાંચો સમાચાર વિગતવાર
3) PM મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજર રહ્યા, દેશની સુરક્ષાને લઇને સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એકદિવસીય ગુજરાત પ્રવાસે હતા. તેમણે કેવડિયા ખાતેઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં હાજરી આપી હતી, દેશની સુરક્ષાને લઇને મોદી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. દરમિયાન તેઓ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મિટિંગ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
4) ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના ધારાસભ્યોમાં ખેંચતાણ શરૂ, 28 માર્ચ સુધીમાં નવા નેતાની જાહેરાત થઈ શકે
રાજ્યમાં છ મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે કોંગ્રેસમાં હવે ટાંટિયાખેંચ બંધ નથી થઈ અને વિપક્ષના નેતા બનવા માટે કોંગી નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. ત્યારે પક્ષે વિધાનસભામાં વિપક્ષના નવા નેતાની શોધખોળ આદરી છે. જે હવે કોંગ્રેસના ધારાસભ્યોના અભિપ્રાય મેળવ્યા બાદ વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર
5) રાજકોટના હિરાસર એરપોર્ટ માટે બે ચેકડેમ તોડવામાં આવ્યા સામે નવા બે ચેકડેમો બનાવવાનું શરૂ, 60 % ઉપર રન-વેનું કામ તૈયાર
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં રીવ્યુ મિટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં એરપોર્ટ અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સહિત તમામ ખાતાના અધિકારીઓને બોલાવાયા હતાં. એરપોર્ટને અડચણરૂપ બે ચેક ડેમોને તોડી પડાયા છે, પરંતુ સુપ્રીમ કોર્ટની સુચના મુજબ આ ચેક ડેમોને બદલે અન્યત્ર બે સ્થળે સોમ પીપળીયા-કનેસરા ચેક ડેમો બનાવી દેવાયા છે.
વાંચો સમાચાર વિગતવાર
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.