તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાની તૈયારી:ગુજરાત સરકારનો ધો.12ની પરીક્ષા તારીખ 1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય સ્વાગત યોગ્ય: ABVP

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પરીક્ષાઓ યોજાય તે ખુબ જ જરૂરી છે: ABVP

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ તારીખ 1 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને વિદ્યાર્થી પાંખ ABVPએ આવકાર્યો છે. ABVPએ સ્વાગત યોગ્ય અને આવકારીય ગણાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પરીક્ષાઓ યોજાય તે ખુબ જ જરૂરી છે પરંતુ તે પરીક્ષાઓ સમયસર અને પૂરતી કાળજી સાથે યોજાય તે પણ એટલું જ મહત્વનું છે જણાવ્યું છે. ​​​​​​

કાર્યકર્તાઓ સરકાર અને પ્રસાશનને મદદે
ABVP ગુજરાતના પ્રદેશ મંત્રી, હિમાલયસિંહ ઝાલાએ જણાવ્યું કે, “સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થાય તે તેમના ભવિષ્ય માટે ખુબ જ મહત્વુનું છે. ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સરકાર અને પ્રસાશનને મદદે આવશે અને જે પણ પરીક્ષા કેન્દ્રો પર માસ્ક અને સેનિટાઇઝર વગેરે વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓની સાથે ઉભું રહેશે.”

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

વિદ્યાર્થીઓના માનસિક તણાવમાં વધારો
12માનું વર્ષ એ બધાજ વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વનું વર્ષ હોઈ છે. ત્યારે સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જાહેર થયેલ આ તારીખોમાં જો કોઈ અનિવાર્ય કારણ ના જણાઈ તો કોઈ બદલાવ ના થવો જોઈએ. જેનાથી વિદ્યાર્થીઓના માનસિક તણાવમાં વધારો થશે.

ધો. 12 અને ધો. 10માં પરીક્ષા પધ્ધતિ કે પ્રશ્નપત્ર પુછવાની સ્ટાઇલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોરોનાને કારણે કે અન્ય કારણથી પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની 1 જુલાઇએ લેવાનારી પરીક્ષાના 25 દિવસ પછી નવા પ્રશ્નપત્રો તૈયાર કરીને નવા સમય સાથે લેવાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. જ્યારે ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતિમાં કોરોનાની SOPના ચુસ્તપણે પાલન સાથે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બોર્ડની પરીક્ષાઃ પેપર સ્ટાઇલ, માર્ક્સ આ મુજબ રહેશે

  • વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે
  • વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે.
  • પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.
  • સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે
  • સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે
  • જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે.
અન્ય સમાચારો પણ છે...