તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ સચિવાલયમાં ફેરવાઈ:CMOમાંથી નહીં, પણ સિવિલ હોસ્પિટલમાંથી ચાલશે ગુજરાત સરકાર, રૂપાણીએ મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને સોંપ્યો નહીં

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર.
 • મુખ્યમંત્રીનો ચાર્જ અન્યને સોંપવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સ્પષ્ટતા
 • મુખ્યમંત્રી રૂપાણી વીડિયો-કોન્ફરન્સ તથા મોબાઇલના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનું સંચાલન કરતા રહેશે
 • અઠવાડિયા સુધી ગુજરાત સરકાર CMOને બદલે સિવિલમાંથી ચાલશે

ગુજરાતની સાડાછ કરોડની જનતાના વડા એવા મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થતાં હાલ યુ.એન. મહેતામાં દાખલ છે. તેઓ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવાના છે, જેથી જનતાના મનમાં એક જ સવાલ છે કે મુખ્યમંત્રી તો હોસ્પિટલમાં છે તો ગુજરાત સરકાર કેવી રીતે ચાલશે. એ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે મુખ્યમંત્રી રૂપાણીની સારવાર દરમિયાન મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને આપવામાં આવશે નહીં અને ખુદ મુખ્યમંત્રી રૂપાણી વીડિયો-કોન્ફરન્સ તથા મોબાઈલના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનું સંચાલન કરતા રહેશે. આમ, અઠવાડિયા સુધી ગુજરાત સરકાર CMOને બદલે સિવિલમાંથી ચાલશે.

સામાન્ય રીતે એવો શિરસ્તો રહ્યો છે કે મુખ્યમંત્રીની બીમારી કે વિદેશપ્રવાસ જેવી સ્થિતિમાં સિનિયર મંત્રીને ચાર્જ સોંપવામાં આવે છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ કોઈને ચાર્જ સોંપ્યો નથી. તેમણે સિવિલમાંથી જ સારવારની સાથે સાથે ગુજરાતનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે.

રૂપાણીએ 2018માં પણ મુખ્યમંત્રીનો ચાર્જ સોંપ્યો નહોતો
આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી 2018ની 26મી જૂનના રોજ પોતાના પ્રથમ વિદેશપ્રવાસે 6 દિવસ માટે ઈઝરાયેલ ગયા હતા. આ છ દિવસના પ્રવાસ દરમિયાન રૂપાણીએ સરકારના બે સિનિયર મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગૃહ અને વહીવટી વિભાગ સિવાયના પોતાના વિભાગોની વહેંચણી કરીને જવાબદારી સોંપી હતી.

CM ગંભીર રીતે બીમાર હોય તો જ અન્યને ચાર્જ સોંપવાનો સવાલ ઊભો થઈ શકે
2018માં મુખ્યમંત્રીપદનો ચાર્જ સોંપવા મામલે થયેલા વિવાદ સમયે બંધારણના નિષ્ણાત અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું હતું કે ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણીય નથી. બીજું એ કે મુખ્યમંત્રી ઓફિશિયલી વિદેશપ્રવાસે જઈ રહ્યા છે, તેથી તેઓ મુખ્યમંત્રીની જવાબદારીથી અળગા થયા નથી. પરિણામે, કોઈને ચાર્જ સોંપવાનો બંધારણીય સવાલ ઊભો થતો જ નથી. જો મુખ્યમંત્રી વ્યક્તિગત કામે બહાર જતા હોય અથવા તો ગંભીર રીતે બીમાર હોય અને શાસનની જવાબદારી ઉપાડી શકે એમ ન હોય તો જ અન્ય કોઈને ચાર્જ સોંપવાનો સવાલ ઊભો થાય છે. મહેતાના કહેવા મુજબ ગૃહ તેમજ વહીવટી ખાતું કોઈને સોંપવું કે નહીં એ નિર્ણય કરવાનો મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે, તેથી આ મૂદ્દે કોઈ વિવાદને સ્થાન ન હોવું જોઈએ.

મુખ્યમંત્રી વડોદરામાં ઢળી પડ્યા હતા.
મુખ્યમંત્રી વડોદરામાં ઢળી પડ્યા હતા.

CMને રવિવારે વડોદરામાં ચક્કર આવ્યાં, બીજા દિવસે કોરોનાગ્રસ્ત
વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો