તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણની તૈયારી:ગુજરાત સરકારની ટીમ દ્વારા વેક્સિન માટેની તમામ તૈયારીઓ કરી દેવાઈ, યુનિસેફ રસીનું સ્ટોરેજ કરવા માટે ફ્રીઝ અને કુલર આપશે

અમદાવાદ2 મહિનો પહેલા
યુનીસેફ અને ગુજરાત મીડિયા કલબ દ્વારા આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજાયો - Divya Bhaskar
યુનીસેફ અને ગુજરાત મીડિયા કલબ દ્વારા આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજાયો
 • યુનિસેફ અને ગુજરાત મીડિયા કલબ દ્વારા આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજાયો
 • વેક્સીનના ટેમ્પરેચર અને વેક્સિન આપવા અંગેની SOP તૈયાર
 • યુરોપની બે વખત જન સંખ્યા થાય તેટલી માત્ર વેક્સિન ભારતમાં અપાશે

સમગ્ર દેશમાં હાલ કોરોનાના કારણે લોકોમા ભયનો માહોલ છે.ત્યારે કોરોનાની વેક્સિન ગમે ત્યારે આવી શકે છે.જે માટે કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી તે રીતે રજિસ્ટ્રેશન અને ત્યાર બાદ નક્કી કરેલા સેન્ટર પર વેક્સિન આપવાની પ્રક્રિયા કરવામાં આવશે.તેની સાથે વેક્સિન સ્ટોરેજ અને અન્ય બાબતને પણ ઝીણવટ ભરી રીતે તૈયારી કરીને વેકસીન ટ્રાવેલ,સ્ટોરેજ અને આપવાની પ્રક્રિયા માટેની SOP તૈયાર કરી દેવામાં આવી છે. તે ઉપરાંત રસીનું સ્ટોરેજ કરવા માટે યુનિસેફ ફ્રીઝ અને કુલર આપશે.

આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો
આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો

તમામ ટ્રાયલ ફેસને આવરી લેવામાં આવ્યા
યુનીસેફ અને ગુજરાત મીડિયા કલબ દ્વારા આજે કોરોના વેક્સિન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીયોને કોરોના વેક્સિન અંગે અનેક સવાલો છે.પરંતુ તે અંગે વેક્સિન કમિટીના ડોકટર તેમજ નિષ્ણાત ડોક્ટરો પણ આ અંગે માહિતી આપી હતી. આ સેમીનારમાં વેક્સિનના સમયગાળા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા આવ્યું હતું જેમાં લોકોમાં એવી માન્યતા છે કે કોરોના વેક્સિન આટલી ઝડપથી બની તો તેની સામે શક્યતા છે.પરંતુ આ અંગે નિષ્ણાંત ડોકટરોએ જણાવ્યું હતું કે આ વેક્સિનમાં તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ અન્ય વેક્સિન કરતા આ ઓછા સમયમાં આવી રહી છે પણ તેમાં દરેક વેક્સિનની જેમ જ તમામ ટ્રાયલ ફેસને આવરી લેવામાં આવ્યા છે.

દરેક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર બાદ તેમને વેક્સિન આપવામાં આવશે
દરેક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર બાદ તેમને વેક્સિન આપવામાં આવશે

વેક્સિન 28 દિવસના અંતરે બીજી વખત લેવી પડશે
બીજી તરફ કોરોના વેક્સિન 28 દિવસના અંતરે બીજી વખત લેવી પડશે. દરેક વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર બાદ તેમને વેક્સિન આપવામાં આવશે.સામાન્ય ટેમ્પરેચર એટલે કે 2 થી લઈને 8 ડીગ્રી તાપમાનમાં કોરોના વેક્સિન સ્ટોર કરવામાં આવશે અને નક્કી કરાયેલા લોકોને જ વેક્સિન આપવામાં આવશે. કોરોનાની વેક્સિન પ્રક્રિયામાં બાળકોને પણ વેક્સિન આપવામાં આવશે પણ તેં અંગે કેન્દ્ર દ્વારા તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

આખી પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વાર મોનીટરીંગ કરવામાં આવશે
આખી પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વાર મોનીટરીંગ કરવામાં આવશે

વેક્સિન લેનારને એક કોન્ટેકટ નંબર આપવામાં આવશે
આ બધાની વચ્ચે યુનિસેફ દવારા અગાઉ કરેલા વેક્સિન કાર્યક્રમ અને અન્ય અનુભવ પણ વેક્સિન પ્રક્રિયામાં મદદ કરશે. આખી પ્રક્રિયા કોમ્પ્યુટર દ્વાર મોનીટરીંગ કરવામાં આવશે. વેક્સિન લેનારને એક કોન્ટેકટ નંબર આપવામાં આવશે. જેના આધારે તેઓ તેમને કોઈ સમસ્યા થાય તો તેઓ તેમનો સંપર્ક કરો શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો