તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન સુનાવણી:ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી ગંભીર દર્દીઓ વેઈટિંગમાં રહે છે: હાઈકોર્ટ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો
  • ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં એડમિટ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવે

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની કામગીરી અંગેનું સોગંદનામું જાહેર કરવા આદેશ કર્યો હતો, જેથી સરકારી આજે હાઈકોર્ટમાં સોગંદનામું જાહેર કર્યુ છે, જેમાં કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઓનલાઈન સુનાવણી કરી છે. જેમાં ફરી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સરકાર પાસેથી જવાબ માંગવામાં આવશે.

હાઈકોર્ટે કહ્યું કે, 108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે. તેમજ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં એડમિટ કરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. તેમજ 26મી સાંજ સુધીમાં એફિડેવિટ રજૂ કરવા પણ કહ્યું છે. આ અંગે 27 એપ્રિલે વધુ સુનાવણી કરવામાં આવશે.

હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી LIVE
*
1100 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ, આવતા એક અઠવાડિયામાં 5 પ્લાંટ કાર્યરત થશે: સરકાર

* ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી ગંભીર દર્દીઓ વેઈટિંગમાં રહે છે: હાઈકોર્ટ

* ખાનગી અને ડેઝિગ્રેટેડ હોસ્પિટલ દર્દીને દાખલ નથી કરતી: હાઈકોર્ટ

* રોજના 20 હજાર વાયલ ઈન્જેક્શન આપી રહ્યા છીએ: સરકાર

* પહેલા ઝોન વાઈઝ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવી હતી, હવે સેન્ટ્રલ લાઈઝ 108 કરવાથી દર્દીઓને હાલાકી પડે છે: હાઈકોર્ટ

* રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ મેન પાવરની અછત હોવાની કબુલાત કરી છે

* લેબોરેટરીમાં ઘણા ઓછા સ્ટાફમાં કામગીરી થાય છે: સરકાર

* ગુજરાતની તમામ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ, ICU અને વેન્ટિલેટર માટે 3થી 5 દિવસનું વેઈટિંગ: હાઈકોર્ટ

સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું જાહેર કર્યુ
સોગંદનામામાં સરકારે જણાવ્યું કે, RT-PCR ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશન,ઓક્સિજન, હોસ્પિટલ બેડ વ્યવસ્થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરેલ છે. 30 એપ્રિલ સુધીમાં 1 લાખ બેડ ઉપલબ્ધ કરાવશે.સાથે જ રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ ઉભું કર્યું જેમાં એક્ટિવ કેસ, મૃત્યુઆંક, રિકવર દર્દીઓના આંકડા આપવામાં આવ્યા છે. રેમડેસિવિરના ઉપયોગ અંગે લોકોને જાગૃત કર્યા અને સરકારે રિયલટાઈમ બેડ માહિતી માટે ડેશબોર્ડ ઉભુ કર્યું છે.

હોસ્પિટલોમાં મળતી સારવાર, રેમડેસિવિરના મુદ્દે હાઈકોર્ટ ખફા
ગત સુનાવણીમાં હાઈકોર્ટની બેન્ચે સુનાવણીમાં સરકાર હાલ જે રીતે કોવિડ-19ની સ્થિતિનું સંચાલન કરી રહી છે એની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત તેમજ હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...