• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Government Has Submitted An Affidavit In A PIL Application Regarding Appointment Of 2 Vacancies In RERA Applet, Recruitment Process Will Be Completed In 3 Months

જાહેરહિતની અરજી:રેરા એપ્લિએટમાં 2 જગ્યાની ભરતીની નિમણૂક મુદ્દે હાઇકોર્ટમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું, 3 માસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • રેરા એપ્લિએટમાં ચેરપર્સનની જગ્યા જૂન અને ટેક્નિકલ પર્સનની જગ્યા સપ્ટેમ્બરથી ખાલી છે
  • 490થી વધારે અરજીઓ છે, દિવસે ને દિવસે રેરા એપ્લિએટમાં ભરાવો થઈ રહ્યો છે

રેરા એપ્લિએટમાં ચેરમેન તથા ટેક્નિકલ સભ્યની નિમણૂક કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. જાહેરહિતની અરજીને પગલે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં આગામી 3 માસમાં આ કાર્યવાહી પૂર્ણ થશે તેનો ઉલ્લેખ કર્યો છે.

અરજદારોએ હાલાકી ભોગવવી પડે છે
અરજદારના વકીલ વિશાલ દવેએ જણાવ્યું કે, મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ કહ્યું છે કે, બન્ને પદની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી 3 માસમાં પૂર્ણ થશે. ચેરપર્સનની જગ્યા જૂન, જ્યારે ટેક્નિકલ પર્સનની જગ્યા સપ્ટેમ્બરથી ખાલી છે, જેનાથી અરજદારોએ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી હાઇકોર્ટે ચીફ જસ્ટિસના પરામર્શમાં સરકાર 3 માસમાં ખાલી પોસ્ટ ભરે એવો કોર્ટનો હુકમ કર્યો છે.

રેરા એપ્લિએટમાં અરજીઓનો ભરાવો થઈ રહ્યો છે
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરવામાં આવતી વિવિધ ફરિયાદ સંદર્ભે રેરા એપ્લિએટમાં સુનાવણી કરવામાં આવતી હોય છે. જોકે હાલના સમયમાં આ માળખામાં ચેરમેન કે નિર્ધારિત પદ માટેની જગ્યા ખાલી છે. જેના કારણે અરજદારોએ પોતાની ફરિયાદ હાઇકોર્ટ સુધી લઈને આવવું પડે છે. જેને લઈ આ જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. રેરા એપ્લિએટમાં 490થી વધારે અરજીઓ છે, દિવસે ને દિવસે તેમાં ભરાવો થઈ રહ્યો છે, તેનો નિકાલ થવો આવશ્યક છે. જેથી ઝડપથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...