આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે સરકાર દ્વારા નમો ઇ ટેબ્લેટ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નમો ઇ ટેબ્લેટની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા 3 વર્ષથી ટેબ્લેટ આપવામાં આવ્યા નથી.
શિક્ષણમંત્રીનો જ્યાં કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરાશે
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે દર વિદ્યાર્થી દીઠ રૂ. 1000 ઉઘરાવ્યાં હતા. સરકારે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે. અનેક વિદ્યાર્થીઓનું કોલેજનું વર્ષ પૂરું થઈ ગયું છતાં ટેબ્લેટ નથી આપ્યા કે પૈસા પરત નથી આપ્યા. જો સરકાર 15 દિવસમાં ટેબ્લેટ કે પૈસા નહીં આપે તો વિરોધ કરાશે. વિદ્યાર્થીઓના હિતમાં આમ આદમી પાર્ટી શિક્ષણમંત્રીનો જ્યાં જ્યાં કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરશે.છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ઉપપ્રમુખ દર્શિત કોરાટએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં નમો ટેબ્લેટ યોજના સરકાર દ્વારા જાહેર કરાઈ હતી.
જિલ્લાઓમાં કુલ 156 વખત રજુઆત કરાઈ
2019 સુધી આ યોજના ચાલી હતી પરંતુ બાદમાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. કુલ 10.33 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. છેલ્લા બે મહિનામાં 3 વખત ટેબ્લેટ આપવાની સરકારે જાહેરાત કરી છે. 2019માં 72 હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા નથી. વર્ષ 2020માં 3.89 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપાયા નથી તેમજ વર્ષ 2021માં 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં કુલ 156 વખત રજુઆત કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.