રાજ્ય સરકારનો નિર્ણય:હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ નહીં, એક્ચ્યુઅલ લેવાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોનાકાળથી ઝઝૂમી રહેલા ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને સરકારની રાહત
  • 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સ માફ
  • 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ
  • વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે
  • 50% કેપેસિટી સાથે હોટલમાં બેસી જમવાની છૂટ મળવી જોઈએ

કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન રાજ્યમાં લદાયેલા આંશિક લૉકડાઉને કારણે હોટેલ- રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટર પાર્કને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે તેમને આર્થિક રાહત આપવા માટે સરકારે એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

કોર ગ્રુપની મીટિંગમાં લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર ગ્રૂપની મીટિંંગમાં આ ક્ષેત્રને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મૂક્તિ આપવામાં આવી છે. આ એકમોને વીજબિલમાં ફિક્સ ચાર્જમાંથી મૂક્તિ આપવામાં આવી છે. ખરેખર જેટલો વીજ વપરાશ થયો હશે તેના પર જ બિલ આકારીને ચાર્જ વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રીસોર્ટ અને વોટર પાર્ક લાંબા સમયથી બંધ છે જેના કારણે તેના સંચાલકોને વ્યાપક આર્થિક નુકસાન ભોગવવું પડે છે. હોટલ- રેસ્ટોરાં પણ માત્ર ટેકઅવે સુવિધા પુરતા ચાલું છે.

  • તાત્કાલિક ફાયદો નહીં થાયઃ પ્રોપર્ટી ટેક્સમાં ફાયદો થયો છે. આ નિર્ણય સારો છે. પણ જી.એસ.ટીમાં હજુ ફાયદો કરવો જોઇએ. પ્રોપર્ટી ટેક્સ મોટાં ભાગના ઓનરે એડવાન્સમાં ભરી દીધાં છે. તેથી તાત્કાલિક ફાયદો નહીં થાય.
  • કેશ ફ્લોઃ આ નિર્ણયથી ચોક્કસ ફાયદો થશે. આ નિર્ણય આશાનું કિરણ છે. મોટાં રિસોર્ટ અને હોટલને ટેક્સમાં રાહતથી કોમર્શિયલી ચોક્કસ ફાયદો થશે. બચતનો કેશ ફ્લો નવાં પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી શકશે.
  • કર્મચારીઓઃ મોટી હોટલમાં પ્રોપર્ટી ટેક્સ અને વિજળી બિલમાં રાહતને લઈને 50 લાખ સુધીની રાહત મળી છે. આ કારણે હવે આ ક્ષેત્રમાં કર્મચારીઓને છૂટા કરવા કે બીજા નિર્ણયો નહીં લેવાય.
  • ડાઈન-ઈન શરૂ કરે તો રાહતઃ સરકારના નિર્ણયथीથી કદાચ નાના રેસ્ટોરન્ટ-કાફેને ફાયદો થઈ શકે. પરંતુ મોટા રેસ્ટોરન્ટનું મેઈન્ટેનન્સ જ મોટું હોવાથી આંશિક રાહત મળી તેમ કહી શકાય. ડાઈન-ઈન शरશરૂ કરે તો ખરી રાહત મળે.

10 હજારથી 25 લાખનો પ્રોપર્ટી ટેક્સ ભરીએ છીએ તેનો ફાયદો થયો
હોટલ, રેસ્ટોરન્ટને પ્રોપર્ટી ટેક્સમાંથી સરકાર દ્વારા રાહત આપાઈ છે આવકારદાયક નિર્ણય છે. નાની મોટી હોટલ-રેસ્ટોરન્ટ વર્ષે દહાડે 10 હજારથી લઈને 25 લાખ સુધીનો પ્રોપર્ટી ટેક્સ ભરતી હોય છે. કોરોનાકાળમાં આ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ત્યારે વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ નહીં લેવાય તે નિર્ણયનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આ નિર્ણયની સાથે હવે સરકાર 50 ટકા કેપેસિટી સાથે હોટલમાં બેસીને જમવાની છૂટ આપે તે પણ જરૂરી છે. - નરેન્દ્ર સોમાણી,પ્રમુખ, હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન

ખરેખર થયેલા વીજ વપરાશનો ચાર્જ લેવાશે
કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

કોર કમિટીમાં મંત્રીઓ અને સચિવો ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

હોટેલ ઈન્ડસ્ટ્રીનો હોમ ડિલિવરી પર આધાર
હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના 9 વાગ્યા સુથી ટેક અવે ફેસિલિટી અને રાતના 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે. આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે.

રાજ્યમાં 50,000 હોટલ-રેસ્ટોરન્ટ કાર્યરત
ગુજરાતમાં અંદાજે 50,000 હોટલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે 10થી 12 લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો મોટાભાગે સાંજે જમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આઠ વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને બહુ મોટુ નુકસાન થઈ રહ્યું છે.

અમદાવાદમાં 50 ટકા હોટલ-રેસ્ટોરન્ટ બંધ
કોરોના મહામારીને કારણે અમદાવાદમાં જ 50 ટકાથી વધારે હોટેલ રેસ્ટોરેન્ટ બંધ થઇ ચૂક્યા છે. ફૂડ બિઝનેસ પડી ભાંગ્યો છે, તેમાં રાત્રે 9 વાગ્યા પછીનો કરફ્યૂ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પડ્યા પર પાટુ સાબિત થઇ રહ્યો છે.

કોરોનાને કારણે વોટરપાર્ક બે મહિનાથી બંધ છે.
કોરોનાને કારણે વોટરપાર્ક બે મહિનાથી બંધ છે.

સતત બીજા વર્ષે વોટરપાર્ક માલિકોને ભારે નુકસાન
કોરોનાને કારણે મનોરંજન પૂરુ પાડતા એમ્યુઝમેન્ટ ઉદ્યોગો વેન્ટિલેટર પર પહોંચી ગયા છે. ઉનાળાના ચાર મહિનાની કમાણીમાંથી આખા વર્ષનો ખર્ચ કાઢતાં વોટરપાર્કનું ગયું વર્ષ લોકડાઉનમાં પસાર થયું હતું. પરંતુ આ વર્ષે પણ ઉનાળામાં જ કોરોનાની બીજી લહેર આવતા વોટરપાર્ક બે મહિનાથી બંધ છે. આમ સતત બીજા વર્ષે વોટરપાર્ક માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...