તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:કોરોનાની કામગીરી મામલે રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામુ, કહ્યું - મ્યુકર માઇકોસિસ ગંભીર પણ કોમન બીમારી, તેની કોઈ રસી નથી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના અંગેની સુઓમોટોમાં સરકારે 65 પાનાંનું સોગંદનામું રજૂ કર્યું
  • મ્યુકોરમાઈકોસિસથી લઈ આરોગ્ય કેન્દ્રો અંગે માહિતી રજૂ કરી
  • નક્કર જવાબોને બદલે સોગંદનામામાં સરકારે મ્યુકર માઇકોસિસના પ્રકાર જણાવ્યા

ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી કોરોના સુઓમોટો PIL સુનાવણીમાં રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસ અને કોરોના સારવાર અંગે 65 પેજનું સોગંદનામું રજૂ કર્યું છે. રાજ્ય સરકારે PHC અને CHC, મ્યુકોરમાઈકોસિસ જેવા તમામ વિષયોને લઇ માહિતી આપી છે. સરકારે સરકારી હોસિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ એમ્ફોટેરિસિન બી. ઇન્જેક્શન આપવા અંગેની તૈયારી દાખવી છે.

રાજ્યમાં કુલ 9163 સબ સેન્ટર્સ કાર્યરત
રાજ્ય સરકારે હાલ રાજ્યમાં કેટલા જિલ્લામાં કેટલા સબ સેન્ટર કાર્યરત છે અને આ સેન્ટર્સમાં કયા વિભાગના સ્ટાફ હાલ એક્ટિવ છે તેની પણ માહિતી આપી છે. વધુમાં સોંગદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં થઇ 31 માર્ચ 2020 સુધીમાં 9 હજાર 163 જેટલા સબ સેન્ટર કાર્યરત છે. આ સબ સેન્ટરમાં એક સહાયક નર્સ(એએનએમ)/ સ્ત્રી આરોગ્ય કામદાર અને એક પુરુષ આરોગ્ય કાર્યકર કાર્યરત છે.

તમામ 345 CHCમાં 30 ઓન-ડોર બેડ
રાજ્યમાં 345 CHC સેન્ટર કાર્યરત હોવા અંગે માહિતી આપતા સરકારે જણાવ્યું છે કે એક CHCનું સંચાલન ત્રણ તબીબી નિષ્ણાતો એટલે કે સર્જન, સ્ત્રી રોગ ચિકિત્સક અને બાળ રોગ ચિકિત્સક દ્વારા કરવામાં આવે છે, જેને 21 તબીબી, પેરામેડિકલ અને અન્ય સ્ટાફની પણ અહીં વ્યવસ્થા આપવામાં આવે છે. દરેક CHCમાં 30 ઓન-ડોર બેડ હોય છે, જેમાં એક ઓટી(ઓપરેશન થિયેટર), એક્સ-રે, લેબર રૂમ અને લેબોરેટરી સુવિધા હોય છે. આવા કુલ 345 CHC રાજ્યમાં કાર્યરત છે. આ સેન્ટર્સમાં અન્ય સારવાર સાથે હાલની પરિસ્થિતિને જોતા COVID-19ને કારણે શ્વસન સંબંધી સમસ્યાવાળા દર્દીની સારવાર માટેની સુવિધા, તાલીમ પામેલા એનેસ્થેટિસ્ટ્સ, ચિકિત્સકો સાથે, ઓક્સિજન, વેન્ટિલેટર અને અદ્યતન આઈસીયુની તમામ વ્યવસ્થા કે જે સબ સેન્ટર અથવા તો PHC સેન્ટર ઉપર નાથી તે અહીં છે.

રાજ્યમાં 1 હજાર 477 PHC સેન્ટર કાર્યરત
રાજ્ય સરકારે સોગંદનામામાં રજૂઆત કરી છે કે પી.એચ.સી.નું સંકલન રોગ નિવારક સેવા પૂરી પાડવા કરવામાં આવી છે. ગ્રામીણ વસ્તી માટે આરોગ્ય સંભાળ રાખવા માટે હાલ 1 હજાર 477 સેન્ટર છે. જ્યાં PHC 7 પેરામેડિકલ અને અન્ય સપોર્ટેડ મેડિકલ ઓફિસર દ્વારા સંચાલિત છે. પીએચસી લગભગ 6 સબ સેન્ટર્સ માટે રેફરલ યુનિટ તરીકે કામ કરે છે અને અહીં દર્દીઓ માટે 4-6 બેડની વ્યવસ્થા છે.

રાજ્ય સરકારની 107 લેબોરેટરી કાર્યરત
રાજ્યમાં કુલ 107 RT-PCR ટેસ્ટિંગ લેબ છે, કુલ 96 લેબમાં 209 RT-PCR મશીનો છે. સરકાર હસ્તક 48 સરકારી આરટીપીસીઆર પ્રયોગશાળાઓ છે. જેમાં 114 RT-PCR મશીનો છે, જેની કુલ ક્ષમતા દિવસની 44 હજાર 700 છે. જ્યારે 11 ખાનગી લેબોરેટરીઓમાં ટ્રુ-નાટ અથવા સીબી-નાટ મશીનો છે જેની પરીક્ષણ ક્ષમતા દરરોજ 650 છે.

મ્યુકરમાઇકોસિસ સામે રાજ્ય સરકારે લીધેલા પગલાંઓ
15 મે 2021ના રોજ સી.એચ.સી. અને પી.એચ.સી.,જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોને મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. મ્યુકોરમાઈકોસિસની સારવાર અંગે ICMR અને એઇમ્સ નવી દિલ્હી સાથે નિયમિત પરામર્શ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય દ્વારા ઈન્જેકશન માટે વિતરણ પ્રણાલીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર તેમજ ખાનગી હોસ્પિટલો તમામ દર્દીઓ માટે એમ્ફોટેરીસીન બી. ઈન્જેક્શનની વહેંચણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ખુલ્લા ઘા પર ફંગસ થવાની શક્યતા વધુ
કયુટેનીયસ અથવા સ્કીન મ્યુકર માઇકોસિસ પણ એક પ્રકાર છે. શરીર પર કોઇ જગ્યાએ ઇજા થઇ હોય અને ઘા ખુલ્લો હોય તો ફૂગ હોય તેવી વસ્તુને અડવાથી મ્યુકર માઇકોસિસનો ચેપ લાગે છે. અલ્સર થયું હોય શરીરના કોઇ ભાગે ઇજા થઇ હોય તેમને મ્યુકર માઇકોસિસનું ફંગસ પહેલા ત્વચા પર વિકાસ પામે છે ત્યારબાદ શરીરમાં પ્રવેશે છે.

બીમારને ચેપ લાગવાનું જોખમ વધારે
ડીસસેમીનેટેડ મ્યુકર માઇકોસિસ થવાથી સૌથી વધુ તેની અસર મગજ,હ્દય અને ત્વચાને થતી હોવાનું સરકારે સોંગદનામામાં કબુલ્યુ છે. આ પ્રકારનો મ્યુકર માઇકોસિસ જેમને થાય તેના લક્ષણો જાણવા કઠીન છે પરતું જેઓ ઘણા લાંબા સમયથી બિમાર છે તેમને ચેપ લાગવાનો ભય વધુ છે. આવી દર્દી કયારેક કોમામાં પણ સરી પડે છે.

પ્રીમેચ્યોર બાળકોને પણ રોગ થઈ શકે છે
ગેસ્ટ્રોઇનટેસ્ટીનલ મ્યુકર માઇકોસિસ ઓછું વજન ધરાવતા અને પ્રિમેચ્યોર બાળકોને થવાની શકયતા વધે છે. ખાસ કરીને એક મહિના કરતા નાના બાળકોને ચેપ લાગે છે. તેમા પેટમાં દુ:ખાવો, ઉલટી થવી, પેટમાં કોઇ કારણોસર રકતસ્ત્રાવ થવા જેવા લક્ષણો હોય તો આ પ્રકારનો મ્યુકર માઇકોસિસ થઇ શકે છે.

ફેફસાંમાં ચેપ સૌથી સામાન્ય
પલ્મોનરી મ્યુકર માઇકોસિસ સૌથી વધુ કોમન છે. ખાસ કરીને જેમને કેન્સર થયુ હોય કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હોય તેમને થાય છે. તેમા તાવ, કફ, છાતીમાં દુ:ખાવો અને શ્વાસ ચઢવા જેવા લક્ષણો દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...