તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Gujarat Government Announces Guideline For Unlock 5: Buses Can Be Run With 75 Per Cent Capacity, Cinema multiplex Can Be Started With 50 Per Cent Capacity

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં અનલોક-5ની ગાઈડલાઈન:રાજ્યમાં સરકારી-ખાનગી બસ સેવામાં હવે અડધા નહીં, પણ પોણા ભાગે પેસેન્જર ભરી શકાશે, સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે બુધવારે અનલોક-5ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજ્ય સરકારે પણ ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં શિક્ષણજગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે નીચે પ્રમાણેની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છેઃ

 • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.
 • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખૂલશે.
 • બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન રહેશે.
 • મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
 • તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે.
 • રાજ્યની હોટલ્સ અને રેસ્ટોરાં રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી.
 • શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્ રહેશે.
 • લાઇબ્રેરી 60 ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે.
 • રાજ્યમાં બસસેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે.
 • મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્ રહેશે.
 • રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.
 • કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને ફેસ કવર બેસાડી શકાશે.
 • પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે.
 • ટૂ-વ્હીલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે.
 • કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદની નવી ગાઇડલાઇન્સ 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે.
 • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને લેવામાં આવશે.
 • રાજ્યમાં શાળા, કોચિંગ સંસ્થાઓ 15મી ઓક્ટોબર બાદ પુનઃશરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો