તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમૂર્હત:વેક્સિનેશન અભિયાનમાં ગુજરાત દેશમાં પ્રથમ, અમદાવાદમાં 86 ટકા લોકોને વેક્સિન અપાઈ ગઈ છેઃ અમિત શાહ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ - Divya Bhaskar
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
  • અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 267 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મહાનગરપાલિકા, ઔડા અને પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત બોપલ ખાતેથી કર્યા હતાં. તેમણે પોતાના સંસદીય મતક્ષેત્રમાં થયેલા વિવિધ વિકાસકાર્યોની રૂપરેખા આપી 2024 સુધીમાં આ વિસ્તારને દેશનો સૌથી વિકસિત સંસદીય મતવિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

સરકારે સો કરોડની યોજનાઓ મંજુર કરી
તેમણે પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેર અને આંબલી-ઘુમા વચ્ચે ભેદરેખા રહી નથી તેવો આ વિસ્તારનો વિકાસ થયો છે. કોઈ વિશેષ માંગણી વગર જ આ વિસ્તારના લોકોની સુખાકારી માટે સરકારે સો કરોડની યોજનાઓ મંજુર કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આવનારા 30 વર્ષ સુધી આ વિસ્તારમાં વસ્તી વૃદ્ધિનું આંકલન કરી પીવાના પાણીના વિતરણની કાર્ય યોજનાઓ હાથ ધરાઇ છે. મધ્યમ વર્ગના યુવાનો શાંતિથી વાંચન કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે અત્યાધુનિક લાઈબ્રેરી અને લોકો સરકારી કામકાજો સ્થાનિક કક્ષાએ સુપેરે પાર પાડી શકે તે માટે અત્યાધુનિક સિવિક સેન્ટર બનાવવામાં આવ્યું છે.

બોપલ સિવિલ સેન્ટર
બોપલ સિવિલ સેન્ટર

અમદાવાદ શહેરમાં 86 ટકા લોકોને રસી અપાઇ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ ધીમી થઇ નથી. કોવિડ સંલગ્ન નિયમ પાલનની જાગૃતતા અને રસી લેવાની તત્પરતા એ કોરોના સામે આપણું સુરક્ષા કવચ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે 23 હજાર કરોડનું પેકેજ જાહેર કરી દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બુસ્ટ આપ્યું છે, આઇ.સી.યુ. બેડ ઉભા કરવા, ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં રસીકરણનું વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. અમદાવાદ શહેરમાં 86 ટકા લોકોને રસી અપાઇ ચૂકી છે.

કોમ્યુનિટી હોલ
કોમ્યુનિટી હોલ

અમિત શાહે શહેરમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
શાહે લોકાર્પણ કરેલા વિકાસ કાર્યોમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં રૂ. 21.54 કરોડના ખર્ચે નિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નવાવાડજ વોર્ડમાં રૂપિયા 12. કરોડના ખર્ચે નિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગોતા વોર્ડમાં 9.19 કરોડના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલ, વેજલપુર વોર્ડમાં 8.26 કરોડના ખર્ચે નિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ તથા રૂ. 2.72 કરોડના ખર્ચે નિર્મિત સબ ઝોનલ ઓફિસ, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બોપલ વિસ્તારમાં 6.90 કરોડના ખર્ચે નિર્મિત 168 વિદ્યાર્થીની ક્ષમતા વાળુ વાંચનાલય તથા 4 કરોડના ખર્ચે નિર્મિત સિવિક સેન્ટરનો સમાવેશ છે.

તેમણે કહ્યું કે કોરોનાની સામે લડવા કેન્દ્ર સરકારે 23 હજાર કરોડની યોજના બનાવી છે અને આરોગ્યની માળખાકીય સુવિધા વધારવા સાથે 4 લાખ જેટલાં ઓક્સિજન બેડ દેશમાં ઊભાં થશે. હજારોની સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટ ઊભાં થઇ રહ્યાં છે અને ગુજરાત તેમાં સારું કામ કરી રહ્યું છે. મોદી સરકારે આગામી નવેમ્બર મહિના સુધી ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે, તે અંગે ભાજપના કાર્યકર્તાઓએ આ યોજનાનો લાભ ગરીબ લોકોને મળે તેમ કરવું જોઇએ. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા નિર્મિત આંબલી રોડ, ખોડીયાર અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને હેરિટેજ સિટી થીમ સાથે નવનિર્મિત અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનનું પણ તેઓએ ઇ-લોકાર્પણ કર્યું હતું. વિકાસ કાર્યોમાં ઔડા દ્વારા બનનાર ઘુમા વિસ્તારમાં ટીપી એક, બે અને ત્રણ તથા તેલાવ પાસે વોટર સપ્લાય પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું
શાહે લોકાર્પણ કરેલા વિકાસ કાર્યોમાં પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં રૂ. 21.54 કરોડના ખર્ચે નિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નવાવાડજ વોર્ડમાં 12. કરોડના ખર્ચે નિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગોતા વોર્ડમાં 9.19 કરોડના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલ, વેજલપુર વોર્ડમાં 8.26 કરોડના ખર્ચે નિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ તથા રૂ. 2.72 કરોડના ખર્ચે નિર્મિત સબ ઝોનલ ઓફિસનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...