તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ભારત બંધમાં ગુજરાતના ખેડૂતો અને ટ્રેડ યુનિયનો જોડાશે, અમદાવાદ સહિત ચાર મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

અમદાવાદ4 મહિનો પહેલા

નમસ્કાર!

4200નો ગ્રેડ પે આપવા મામલે સરકારે નિર્ણય ન લેતાં શિક્ષકોનું આંદોલન, ધરણાં, ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે. જ્યારે સુરતના પૂર્વ ઝોન એવા વરાછામાં પાણીપુરવઠો બંધ રહેશે, સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પણ પાણી નહીં મળે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ45,426.97+347.42
ડોલરરૂ.73.90+0.11
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામરૂ.50,900-100

આ 4 ઘટના પર રહેશે નજર

1) ભારત બંધમાં ગુજરાતના ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાશે, મોટા ભાગની APMC બંધ રહેશે 2) 4200નો ગ્રેડ પે આપવા મામલે સરકારે નિર્ણય નહીં લેતાં શિક્ષકોનું આંદોલન, ધરણાં, ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે 3) સુરતના પૂર્વ ઝોન એવા વરાછામાં પાણીપુરવઠો બંધ રહેશે, સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પણ પાણી નહીં મળે 4) રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ શહેરની વિવિધ હોસ્પિટલમાં ચેકિંગ કરશે, NOC ન હોય એને નોટિસ ફટકારશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) અમદાવાદ સહિત ચાર મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત્
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ સહિત રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરત મહિલા PSI આપઘાત કેસ, અમિતાએ ચાલુ વિડિયો-કોલમાં જ ગોળી મારી આપઘાત કર્યો હોવાનો પિતાનો આક્ષેપ
ઉધના પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં મૃતકના પિતાએ સાસરિયાં પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાસારિયાંએ દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે અથવા ગોળી ખાઈને મરી જા કહ્યું હોવાથી અમિતાએ ચાલુ વિડિયો-કોલમાં જ ગોળી મારી આપઘાત કરી લીધો હોવાનો પિતાએ આક્ષેપ કર્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ડાર્ક વેબ પર બોગસ જાહેરાતો આપી હેકર્સ કોરોના વેક્સિન ઓફર કરીને 1 હજાર ડોલર પડાવે છે
કોરોના વાઈરસની વેક્સિન હજી સુધી આવી નથી, ત્યાં કોરોના વેક્સિનના નામે વિશ્વભરમાં ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. વડોદરાના સાઇબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે કોરોનાની વેક્સિનના નામે 3600 કરોડ રૂપિયાથી વધુનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચાલતું હોવાનો દાવો કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) જે ઘરેથી આજે દીકરીની ડોલી નીકળવાની હતી ત્યાંથી પિતાની અર્થી ઊઠી, મહેંદીવાળા હાથે દીકરીએ પિતાને કાંધ આપી, ભાવાત્મક દૃશ્યો
વેરાવળમાં લોહાણા રઘુવંશી વેપારીની લાડકવાયી દીકરીના લગ્ન હોવાથી છેલ્‍લા ઘણા દિવસોથી પરિવાર હર્ષોલ્‍લાસ સાથે લગ્‍ન સમારોહની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાન રવિવારે બપોરે એકાએક દીકરીના પિતાનું હાર્ટ-અટેકથી મૃત્યુ થતાં રઘુવંશી પરિવારમાં ખુશીનો માહોલ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. દીકરીના પિતાના એકાએક અવસાન બાદ બન્‍ને પરિવારોએ સામૂહિક રીતે હાલ લગ્‍ન પ્રસંગ મુલત્‍વી રાખવાનો કપરો નિણર્ય લીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોના પરિવારને 15 લાખ ચૂકવવા NGTનો આદેશ
અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર બનેલી આગકાંડની ઘટના સંદર્ભે આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં ટ્રિબ્યુનલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે
- બીએસઈનું માર્કેટ કેપ 181.16 લાખ કરોડ રૂપિયા રહ્યું. લગભગ 64% કંપનીઓના શેરોમાં વધારો થયો.
-3167 કંપનીના શેરોમાં ટ્રેડિંગ થયું. તેમાં 2036 કંપનીના શેર વધ્યા અને 936 કંપનીના શેર તૂટ્યા.

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- ક્રિકેટમાં આઈએનડી વિ. ઓસી. ત્રીજી ટી-20 આજે. સીધું પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 1.40 વાગ્યાથી સોની સિક્સ પર થશે.
-ફૂટબોલમાં મેસીની કેપ્ટનશિપવાળી બાર્સિલોનાની મેચ ક્રિસ્ટિયાગો રોનાલ્ડોની ટીમ યુવેન્ટ્સ સાથે રાતે 1.30 વાગ્યાથી યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ મોડ પર ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ-2020ને સંબોધિત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો