તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેશુબાપા બીમાર:ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ, રાજ્યના 21 મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. હજી સુધી સત્તાવાર રીતે આ સમાચારની પૃષ્ટિ થઈ શકી નથી, પરંતુ બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિવ્યભાસ્કર આ સમાચારની પૃષ્ટિ કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે.

કેશુભાઈ પટેલ હોમ ક્વોરન્ટીન થયા
જાણવા મળ્યા મુજબ, તેમના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી છે અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી છે.

21 નેતા કોરોના સંક્રમિત થયા હતા
રાજ્યમાં અત્યારસુધીમાં 15 ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

નામપક્ષહોદ્દો
કિશોર ચૌહાણભાજપધારાસભ્ય
નિમાબહેન આચાર્યભાજપધારાસભ્ય
બલરામ થાવાણીભાજપધારાસભ્ય
પૂર્ણેશ મોદીભાજપધારાસભ્ય
જગદીશ પંચાલભાજપધારાસભ્ય
કેતન ઈનામદારભાજપધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાભાજપધારાસભ્ય
રમણ પાટકરભાજપરાજ્યકક્ષાના મંત્રી
સી.જે.ચાવડાકોંગ્રેસધારાસભ્ય
ઈમરાન ખેડાવાલાકોંગ્રેસધારાસભ્ય
નિરંજન પટેલકોંગ્રેસધારાસભ્ય
કાન્તિ ખરાડીકોંગ્રેસધારાસભ્ય
ચિરાગ કાલરિયાકોંગ્રેસધારાસભ્ય
ગેનીબેન ઠાકોરકોંગ્રેસધારાસભ્ય
રઘુ દેસાઈકોંગ્રેસધારાસભ્ય
શંકરસિંહ વાઘેલા-પૂર્વ મુખ્યમંત્રી
ભરતસિંહ સોલંકીકોંગ્રેસપૂર્વ કેન્દ્રીય મંત્રી
રમેશ ધડુકભાજપસંસદ સભ્ય
અમિત શાહભાજપકેન્દ્રીય ગૃહમંત્રી
અભય ભારદ્વાજભાજપસાંસદ
સીઆર પાટીલભાજપપ્રદેશ પ્રમુખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો